નવી દિલ્હી 14, એપ્રિલ
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હારની સમીક્ષા બેઠક બાદ રાહુલ ગાંધી પર સવર્ણનેતાઓએ તેમના પર લગાવેલાં આરોપનો રાહુલે વળતો જવાબ આપ્યો હતો કે હું બ્રાહ્મણ છું અને કોંગ્રેસ પાર્ટીનો મહાસચિવ છું.
યુપીમાં કોંગ્રેસી નેતા હવે જાતિ આધારિત રાજકારણની રાહ જોઈ રહ્યાં છે. પાર્ટીનાં બ્રાહ્મણ નેતા કોંગ્રેસનાં પછાત જાતિનાં નેતાઓ પર વધુ ધ્યાન આપવાનાં કારણે નિરાશ રહ્યાં છે. સમીક્ષા બેઠક દરમિયાન યુપીનાં એક નેતાએ ઊંચી જાતિ અને બ્રાહ્મણ નેતાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેનાં જવાબમાં રાહુલે કહ્યું હતું કે હું બ્રાહ્મણ છું અને કોંગ્રેસ પાર્ટીનો મહાસચિવ છું.
સૂત્રોનાં જણાવ્યાં અનુસાર કોંગ્રેસ પાર્ટીનાં નેતાઓએ યુપીમાં જીતવા માટે પોતાના જાતિનો આધાર લીધો નથી, તેનાં જવાબમાં રાહુલે આ પ્રકારનો જવાબ આપ્યો હતો. યુપીનાં રાજકારણમાં જાતિ મહત્વનો ભાગ ભજવે છે.
સમીક્ષા બેઠકનાં એક સપ્તાહ બાદ કોંગ્રેસી નેતાઓ બે મહત્વના મુદ્દા પર વિચાર કરી રહ્યાં છે. એક તો યુપીની ચૂંટણીમાં હારેલાં નેતાઓ પર કાર્યવાહી કરવી અને યુપીનાં સમાજ અંગે સ્પષ્ટ થવા માંગે છે. આ મુદ્દા પર વિચારણા ઝડપથી કરાઈ રહી છે, કેમ કે 2014ની ચૂંટણીમાં પાર્ટી તરફી વલણ સકારાત્મક જોવા મળે.