પૂણે / અમદાવાદ, તા. ૧૪
મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારો આજે ભૂકંપના બે હળવા આંચકાથી ધ્રૂજી ઉઠયા હતા, જો કે જાનમાલને નુકસાનના કોઈ સમાચાર ન હોવાથી સત્તાવાળાઓએ રાહત અનુભવી હતી. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આજે સવારે ૮.૫૫ કલાકે ૪.૧ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો.
- ગુજરાતના ક્ચ્છમાં સવારે ૮.૫૫ કલાકે ૪.૧ની તીવ્રતાનો આંચકો, કચ્છ-સૌરાષ્ટ્રમાં ૨.૯નો આફટરશૉક
- મહારાષ્ટ્રમાં સવારે ૧૦.૫૦ કલાકે ૫ની તીવ્રતાનો આંચકો : મુંબઈ, સતારા, સાંગલી, કોલ્હાપુર, પૂણે, રત્નાગીરી, સિંધુદુર્ગમાં ભૂકંપના આંચકા : જાનમાલને નુકસાનના કોઈ અહેવાલ નહીં
બિગ બીએ ભૂકંપ અનુભવ્યો
મહારાષ્ટ્રમાં આજે જ્યારે ભૂકંપનો આંચકો આવ્યો ત્યારે મુંબઈમાં બોલિવૂડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચને પણ ધ્રૂજારી અનુભવી હોવાનું જાણવા મળે છે. બિગ બી એ ટ્વિટર પર આ અંગેની નોંધ લખતાં જણાવ્યું હતું કે ‘ મુંબઈમાં ધરતીકંપ ! શું તમે આંચકો અનુભવ્યો.... મેં અનુભવ્યો... મકાનનાં બારી બારણાં અને ઈમારત બે વખત થોડી સેકન્ડ માટે ધ્રૂજી ઉઠયાં હતાં.