Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 02:04:30 AM IST
 

આખરે એન્જેલિના અને બ્રાડે સગાઇ કરી!

Apr 14, 2012 Entertainment > Hollywood
 
Tags:   Cynthia Pett-Dante Brad Pitt Angelina Jolie comment     E-Mail     Print    
 
Viewed: 1071
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

ન્યુ યોર્ક 14, એપ્રિલ

હોલિવૂડનું હોટેસ્ટ કપલ બ્રેડ પિટ અને એન્જેલિના જોલીએ છેવટે સગાઇ કરી લીધી છે અને આગામી દિવસોમાં તેઓ પરણી જશે. બ્રેડ પિટના પ્રવક્તા સિન્થિયા પેટ-દાંતેના જણાવ્યાનુસાર
, "હા, હવે તેઓ પરણી જશે, આ સમાચારથી તેમનાં બાળકો પણ ખુશખુશાલ છે, જોકે લગ્નની તારીખ હજુ નક્કી નથી."

વર્ષ ૨૦૦૫માં આવેલી 'મિ. એન્ડ મિસિસ સ્મિથ'ના સેટ પર બ્રેડ અને એન્જેલિના પરસ્પર નજીક આવ્યાં હતાં. અત્યારે તેઓ એકસાથે છ બાળકોને ઉછેરી રહ્યાં છે.

છેલ્લાં ઘણાં વર્ષોથી મીડિયામાં બ્રેડ અને એન્જેલિનાનાં લગ્નના સમાચારો આવી રહ્યા છે. મીડિયાએ અતિ ઉત્સાહમાં આ કપલને 'બ્રેન્જેલિના' જેવું હુલામણું નામ પણ આપ્યું છે.

'મનીબોલ' સ્ટાર બ્રેડ પિટે કેટલાંક વર્ષ પહેલાં એવું નિવેદન કર્યું હતું કે, જ્યાં સુધી અમેરિકામાં ગે મેરેજને માન્યતા આપવામાં નહીં આવે ત્યાં સુધી તે લગ્ન નહીં કરે, છેવટે જાન્યુઆરી ૨૦૧૨માં તેણે જાહેરમાં કહ્યું હતું કે, "હવે મારા અને એન્જેલિના પર અમારાં છ સંતાન લગ્ન કરી લેવાનંુ દબાણ કરી રહ્યાં છે."

નોંધનીય છે કે, બ્રેન્જેલિનાનાં છ સંતાનમાંથી ત્રણ દત્તક અને ત્રણ બાયોલોજિકલ સંતાન છે.
 
એન્જેલિનાની રૂ. એક કરોડ, ત્રીસ લાખની એન્ગેજમેન્ટ રિંગ

એન્જેલિના જોલી જે એન્ગેજમેન્ટ રિંગ પહેરીને ફરી રહી છે તેની કિંમત આશરે બે લાખ પચાસ હજાર યુ. એસ. ડોલર અંદાજાઈ રહી છે એટલે કે, આ રિંગની કિંમત આશરે રૂ. એક કરોડ, ત્રીસ લાખ જેટલી થઈ ગણાય.

ગયા અઠવાડિયે લોસએન્જલસનાં એક મ્યુઝિયમમાં લેવાયેલી એક તસવીરમાં જોલીની એન્ગેજમેન્ટ ફિંગર પર હીરાની વીંટી પહેરેલી જોવા મળી હતી. એન્જેલિનાને ભેટ આપવા બ્રેડ પિટે ખાસ પોતાના પર્સનલ જ્વેલર રોબર્ટ પ્રોકોપ પાસે આ વીંટી તૈયાર કરાવી છે.

સેલિબ્રિટી જ્વેલર રોબર્ટ પ્રોકોપે કબૂલાત કરી હતી કે, "આ વીંટી બનાવવા બ્રેડ પિટે મને ઓર્ડર આપ્યો હતો. આ વીંટીની ડિઝાઇન તૈયાર કરતાં મને એક વર્ષ લાગ્યું હતું. એક પરફેક્ટ વીંટી માટે બ્રેડે આખું વર્ષ ધીરજ રાખી હતી."

નોંધનીય છે કે, તાજેતરમાં બ્રેન્જેલિના લોસએન્જલસ કંટ્રી મ્યુઝિયમ ઓફ આર્ટમાં હાજરી આપવા આવ્યા ત્યારે પણ જોલીએ આ વીંટી પહેરી હતી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com