જમ્મુ, તા. 13
કાશ્મીર ખીણમાં એક ખેડૂતે ગીતો ગાતી લાલટેન બનાવી છે. આ લાલટેન ઘરની બહાર થનારી માનવીય ગતિવિધિઓ અંગે પહેલાથી જ સૂચના આપી દેતી હોય છે. જેનાથી વ્યકિત સતર્ક થઈ જાય છે.
અનંતનાગ જિલ્લાના કોકેરનાગ ક્ષેત્ર સ્થિત સગ્રામ ગામ નિવાસી એક અભણ વ્યકિસ ગુલામ મોહમ્મદ મીરે આ કારનામું કર્યું છે. રાજ્યમાં જ્યાં સુધી આતંકવાદ પોતાની પરાકાષ્ઠાએ હતો તે સમયે આ ખેડૂત સૈનિકોની તરફથી પોતાની ઘરની તપાસથી ખૂબ દુખી હતો. આવું એટલા માટે કારણકે જ્યારે પણ સૈનિકો તેને તેના ઘરેથી નગ્ન અવસ્થામાં જ પકડી લેતા. નગ્ન અવસ્થામાં પકડાઈ જવાથી તેને ખૂબ માર પણ પડતો, જો કે મીરને રાત્રીના સમયે કપડાં પહેર્યા વગર સૂવાની આદત હતી. પછી શું આ ખેડૂત સૈનિકોના હાથના મારથી બચવા માટે એક ડ્રાઈ બેટરીથી ચાલનારી ગીત ગાનારી લાલટેન બનાવી નાંખી. આ લાલટેનમાં રિમોટ સેંસર લાગ્યું હતું. સેંસર તેના ઘરની બહાર થનારી માનવીય ગતિવિધિ અંગે સતર્ક કરી દેતું અને સૈનિકોને ઘરની અંદર આવતા પહેલાં આ ખેડૂતને કપડાં પહેરવાનો મોકો મળી જતો.