સુરત, તા. 14
સલાબતપુરા વિસ્તારમાં આવેલ રઘુકુળ માર્કેટમાં આરોપી અનિલ જૈન અને રાજેશ રાણાએ ભાડેથી દુકાન શરૂ કરી હતી. દલાલ તારાચંદ જૈનની મદદથી અલગ-અલગ જગ્યાના વીવર્સ પાસેથી ઉધારીમાં ચાર લાખ 87 હજારનું ગ્રે ખરીદ્યું હતું તેઓએ 3 દિવસ પહેલાં કોઈપણ વીવર્સને પૈસા ચૂકવ્યા વીના નાસી ગયા હતા આ બાબતે રાજેશ પટેલે સલાબત પુરામાં ફરિયાદ આપી હતી.