Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 11:25:30 PM IST
 

શ્રેયસ તલપડે એકશન ફિલ્મમાં કામ કરશે

Apr 14, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Shreyas Talpade Joker Movie Akshay Kumar Housefull 2 Shirish Kunder Bollywood comment     E-Mail     Print    
 
Viewed: 587
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ 14, એપ્રિલ

ફિલ્મ અભિનેતા શ્રેયસ તલપડે એકશન ફિલ્મમાં કામ કરવાની વાતને લઈને ઉત્સાહિત છે અને જો તમામ પરિસ્થિતિઓ સાનુકૂળ રહેશે તો તે આગામી દિવસોમાં રાજનીતિ પર આધારિત ફિલ્મમાં એકશન સીન કરતાં દેખાશે.

શ્રેયસે જણાવ્યું હતું કે હું અમિતાભ બચ્ચની ફિલ્મો જોઈને મોટો થયો છું અને મસાલા ફિલ્મો પણ એટલી જ જોઈ છે, જેમાં ડ્રામા,એકશન અને કોમેડી એકસાથે જોવા મળતી હોય તેવી ફિલ્મો પણ જોઈ છે. એવામાં હું એક અભિનેતા તરીકે એકશન ફિલ્મમાં કામ કરવા માંગુ છું. જો કે હું સલમાન ખાન અને શાહરૂખ ખાનને ફોલો કરવાની કોશિશ બિલકુલ પણ કરી રહ્યો નથી.

36 વર્ષીય અભિનેતાને એક એકશન ફિલ્મમાં કામ કરવા માટે ઓફર કરવામાં આવી છે અને ઉપરાંત તેને કસરત કરી બોડી બનાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ ફિલ્મ લખનઉ આધારિત રહેશે. જો કે આ ફિલ્મનું નામ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com