Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 10:08:36 AM IST
 

29 વર્ષે સૂર્ય-શનિનો અનોખો સંયોગ જોવા મળશે

Apr 14, 2012 Offbeat
 
Tags:   Spiritual Religion Astrology Shani dev Marriage Aries Mesh rashi Jodiac wheel Spiritual Tula World Country Shani comment     E-Mail     Print    
 
Viewed: 12710
Rate: 3.2
Rating:
Bookmark The Article

ઉજ્જૈન, તા. 14

સૂર્ય દેવતા જ્યારે પોતાની ઉચ્ચ રાશિ મેષમાં અને શનિ દેવતા પોતાની ઉચ્ચ રાશિ તુલામાં આવતા હોય તો બંને સામસામે હોય છે આ ઉપરાંત તેમની વચ્ચે પૃથ્વી આવતી હોય છે આને સમસપ્તક યોગ કહે છે. આવી સ્થિતિ આશરે 29 વર્ષ પહેલાં 14 એપ્રિલ 1983ના રોજ નિર્મિત થઈ હતી. હવે આવી જ સ્થિતિ 13 એપ્રિલથી 14 મે સુધી રહેશે.

આમ તો શનિદેવ પાછલા વર્ષે 15 નવેમ્બરથી જ પોતાની ઉચ્ચ રાશિ તુલામાં આવી ચૂક્યા છે. સૂર્ય-શનિ સામ-સામે હોય અને મધ્યમાં પૃથ્વી રહેવાથી શનિલદેવ તેજ ગતિથી ચાલશે. આ સ્થિતિને શનિને અતિવક્રી હોવાનું કહેવાય છે. કારણ કે સૂર્યનું તેજ વહન કરવાની ક્ષમતા શનિદેવમાં નથી. જ્યોતિષોના જણાવ્યા પ્રમાણે સૂર્યને રાજ અને શનિને પ્રદાનો કારક માનવામાં આવે છે. આ કારણે જનતામાં અસંતોષને લીધે હડતાળ, ઉગ્રપ્રદર્શન  જેવી હાલત બની સકે છે. સાથે દેશમાં જકીય અસ્થિરતાનું વાતાવરણ નિર્મિત હોય છે. સરકાર માટે સંકચની સ્થિતિ બનશે, દેશ અને દુનિયામાં મોટા પરિવર્તન  જોવા મળે છે. શનિદેવ 13 એપ્રિલે અતિવક્રી થઈને 16 મેના રોજ 81 દિવસ માટે ફરી કન્યા રાશિમાં આવશે આને લીધે સિંહ રાશિ પર સાડા સાતીનો પ્રભાવ હશે. શનિના વક્રી થવાને લીધે દેશ-દુનિયા પર વ્યાપક અસર થશે.

શનિની વક્રતા 12 રાશિઓ પર કેવી રહેશે:-
1-મેષ રાશિના જાતકો- આર્થિક લાભ, સ્વજનો સાથે વિવાદ થાય.
2-વૃષભ રાશિના જાતકો-ચિંતા, કલેશ અને બીમારીનો સામનો કરવો પડી શકે છે.
3-મિથુન રાશિના જાતકો-માથે દેવું થાય, અપમાન અને માનસિક કષ્ટ થઈ શકે છે.
4-કર્ક રાશિના જાતકો-વિવાદની સ્થિતિ, વધુ ખર્ચ.
5-સિંહ રાશિના જાતકો-પદ હાનિ, અપયશ સંભવ.
6-કન્યા રાશિના જાતકો-મનમાં અશાંતિ, બીમારીના સંકેત.
7-તુલા રાશિના જાતકો-દુર્ઘટનાનો યોગ. માનસિક કષ્ટ સંભવ.
8-વૃ્શ્ચિક રાશિના જાતકો-સંતાનને તકલીફ, આકસ્મિક ખર્ચ.
9-ધન રાશિના જાતકો-નેત્ર વિકાર, માથાની તકલીફમાં વધારો.
10-મકર રાશિના જાતકો-માનસિક તણાવની શકયતા.
11-કુંભ રાશિના જાતકો- ધનલાભ, ધાર્મિક યાત્રાના પ્રબળ યોગ.
12-મીન રાશિના જાતકો- આરોગ્યમાં કમજોરી અનુભવાય, ચિંતા બની રહે.

સૂર્ય જેવો જ મેષ રાષિમાં પ્રવેશ કરે તો લગ્ન વગેરે શુભકાર્યોની શરૂઆત થઈ જાય છે. આ વર્ષે માત્ર એપ્રિલ અને જૂનમાં જ લગ્ન થશે. બાકી અન્ય માસમાં ગુરુ અસ્ત, શુક્ર અસ્તને લીધે વિવાહ, માંગલિક કાર્યો બંધ રહેશે.  એપ્રિલમાં 6 દિવસ તેમજ જૂનમાં 13 દિવસ લગ્નનાં મુહૂર્ત છે જેમાં બે અકળ મુહૂર્ત જેમ કે 24 એપ્રિલ અક્ષય તૃ્ત્તીયા અને 28 જૂન ભડલી નોમ પણ છે. દેવશયની એકાદશી સુધી લગ્ન વગેરેના મુહૂર્ત નીચે પ્રમાણે છે.

1- ગુરુ તારા 3 મે 2012થી 28 મે 2012 સુધી અસ્ત રહેશે.
2- શુક્ર તારા 1 જૂનથી 11 જૂન સુધી અસ્ત છે. અત- લગ્નાદિ નથી.
3- ગુરુ 14 મે 2012ના રોજ પોતાના શત્રુ શુક્રની વૃષભ રાશિમાં જવાથી 30 મે 2013 સુધી મિથુન, તુલા, કુંભ રાશિના કન્યાઓનાં લગ્ન આ સમયગાળામાં નહીં થઈ શકે.
4- દેવશયની એકાદશી 30 જૂન 2012 હોવાથી લગ્ન મુહૂર્ત 4 મે સુધી બંધ રહેશે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com