Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 11:16:34 AM IST
 

આરટીઆઈ કાયદામાં ફેરફાર થશે તો આંદોલનની ચિમકી

Apr 14, 2012 National
 
Tags:   Anna Hazare Lokpal Bill RTI Act Indian Law India Prime Minister Manmohan Singh comment     E-Mail     Print    
 
Viewed: 762
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી 14, એપ્રિલ

સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ ફરીથી કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર સામે આંદોલન કરવાની તૈયારી કરી દીધી છે. જો કે આ વખતે તેમનું આંદોલન લોકપાલ બિલને બદલે આરટીઆઈનાં કાયદાને લઈને કરવામાં આવશે.

અન્ના હજારે જણાવ્યું હતું કે જો વડાપ્રધાન દ્રારા રાઈટ ટૂ ઈન્ફોર્મેશનનાં કાયદામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે તો તેમની ટીમ આંદોલન કરશે. ઉપરાંત રાલેગણમાં અન્નાએ મીડિયાને સંબોધીને શનિવારે કહ્યું હતું કે જો રાજ્યમાં મજબૂત લોકપાલ નહીં આવે તો પણ તેમની ટીમ આંદોલન કરશે. રાજ્યનાં મુખ્યમંત્રીએ કરેલાં વાયદા પૂરા કર્યાં નથી.

વડાપ્રધાન આરટીઆઈનાં કાયદામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરશે તો તેનો વિરોધ કરવામાં આવશે. આરટીઆઈનાં કારણે ભ્રષ્ટ્રાચારમાં ઘટાડો નોંધાયો છે અને સરકાર ભ્રષ્ટ્રાચારને નાબૂદ કરવા માંગતી નથી.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com