Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 02:08:48 PM IST
 

33 વર્ષની ઉંમરે લોકો ખૂબ ખુશ હોય છે:અભ્યાસ

Apr 14, 2012 Offbeat
 
Tags:   Lifestyle Study Survey People Health Worry Childhood Happy people Happyness Age 33 comment     E-Mail     Print    
 
Viewed: 606
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article

લંડન, તા. 14

એક નવી શોધ પ્રમાણે  લોકોનું કહેવું છે કે તેઓ બાળપણમાં નહીં બલ્કે 33 વર્ષની ઉંમરે સૌથી વધુ ખુશ હોય છે. આ અભ્યાસ બ્રિટનમાં એક સર્વેક્ષણ પરથી કરવામાં આવ્યું હતું. આમાં 40થી વધુ ઉંમરના 10થી વધુ લોકોનું કહેવું છે કે 33 વર્ષ ઉંમરના ગાળામાં તેઓ વધુ સંતુષ્ટ અને ખુશ હતાં.

અડધા કરતાં વધુ લોકો એટલે કે 53 ટકાનું કહેવું હતું કે આ સમયે તેઓની જિંદગી સૌથી વધુ સુંદર હતી.જ્યારે 42 ટકા ભવિષ્યને લઈને આશાવાદી હતા. 38 ટકા લોકોની જિંદગી તણાવમુક્ત લાગતી હતી, અને તેમનું માનવું હતું કે આ સમયે તેમનો પરિવાર તેમની સૌથી નજીક હતો.

ફેરંડસ રિયૂનિટના સર્વેક્ષણ અનુસાર છ ટકા લોકોનું કહેવું છે કે યુનિવર્સિટીમાં ભણતર દરમિયાન સૌથી વધુ પ્રસન્ન હતા, જ્યારે માત્ર 16 ટકા લોકોએ આ માટે બાળપણનું નામ લીધું. સર્વેક્ષણમાં જોવામાં આવ્યું કે પરિવાર અને મિત્ર, બાળકોની સાથે મોટી ખુશીઓમાંથી એક છે. પાંચમાંથી એકે જણાવ્યું કે ખુશી કામમાં સફળતા અપાવે છે તેમજ તમારો આત્મવિશ્વાસ ડગવા નથી દેતો.




 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com