Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 01:25:38 AM IST
 

હવે કફન લઈને ટ્રેનનાં ગાર્ડ અને લોકો પાયલોટ જશે!

Apr 14, 2012 Offbeat
 
Tags:   Indian railway Shrouds Guard Train Local People Track A fatal passenger comment     E-Mail     Print    
 
Viewed: 262
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

નવી દિલ્હી, તા. 14

નોંર્ધન રેલવેના એક તાલિબાની ફરમાનથી લોકો ડ્રાઈવરો અને ટ્રેનનાં ગાર્ડને વિમાસણમાં નાંખી દીધા છે. હુકમમાં એવું કહેવાયું છે કે ડ્રાઈવર અને ગાર્ડ પોતાની સાથે કફન લઈને ચાલવું જોઈએ. જાણો શા માટે!

નોર્ધન રેલવેએ ટ્રેનથી કપાઈને મરનાર અથવા ટ્રેક પર થનારી દુર્ઘટનાઓમાં ડ્રાઈવરને ગાડી રોકીને આ લાશોને વિભાગ તરફથી મળેલ કફનમાં બાંધીને નજીકના આરપીએફ પોસ્ટ અથવા સ્ટેશન લઈ જવું પડશે.

આ ફરમાનથી પૂરી દિલ્હી ડિવિઝનના લોકો પાયલોટ અને ગાર્ડોમાં ભૂકંપ આવ્યો છે. 19 માર્ચના રોજ જારી આ આદેશમાં સાફ કરાયું છે કે કર્મચારીઓને આ અંગે કોઈ શંકા ન હોવી જોઈએ.

આ અમાનવીય ફરમાનથી ટ્રેન ચલાવનાર લોકો પાયલોટ જો ક્ષત વિક્ષત લાશોને લઈને આગળના સ્ટેશન સુધી લઈ જશે તો તેમની મનોસ્થિતિ એવી રહેશે કે તેઓ  ટ્રેનમાં સવાર પેસેન્જરને સુરક્ષિત તેમના ગંતવ્ય સુધી પહોંચાડે.  જ્યારે ડ્રાઈવરોએ આનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે આવા કેસોમાં તેઓ પોલીસ કેસમાં પાર્ટી બની જશે, એટલું જ નહિ ટ્રેન રોકીને લાશ ઉપાડે તો સ્થાનિક લોકોના ગુસ્સાનો ભોગ પણ બનવું પડે.વળી તેમનું કહેવું છે કે ટ્રેક પરથી લાશને લઈને જતાં રહેતો તમામ પુરાવાઓ નાશ થઈ જાય.


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com