Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 03:19:48 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

બહુ ગાજેલા પરંતુ રનનો વરસાદ ન કરાવી શકનારા બેટ્સમેનો

Apr 14, 2012 Sports > IPL 2013
 
Tags:   Cricket IPL 5 IPL 2012 Team IPL 2012 News IPL 2012 IPL Indian Premier League 2012 Indian Premier League Gautam Gambhir Rohit Sharma Robin Uthappa Saurabh Tiwary Cameron White comment     E-Mail     Print    
 
Viewed: 593
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

નવી દિલ્હી 14, એપ્રિલ

આઈપીએલમાં ઉંચી બોલી લગાવીને ખરીદાયેલા સ્ટાર્સ બોલર્સ વર્તમાન સિરિઝમાં નિષ્ફળ થઈ રહ્યા હોવા અંગે વાત કર્યા પછી આવી જ ઉંચી કિંમતે ખરીદેલા બેટ્સમેનોને ખરીદ્યા પછી પણ તેનું વળતર મળ્યું ન હોઈ આવા ખેલાડીઓએ અંગે થોડી જાણીએ. કરોડો રૂપિયા ખર્ચીને પોતાની ટીમને મજબૂત કરવા માટે માલિકોએ ઉંચી કિંમતે લીધેલા આવા ઓછા ચમકેલા તારલાઓની આ યાદીમાં સૌપ્રથમ  કોલકાત્તા નાઈટ રાઈડર્સના કેપ્ટનને મૂકી શકાય.

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીરને કોલકાત્તા નાઈટ રાઈડર્સે 2011માં 11.4 કરોડ જેવી માતબર રકમ આપીને ખરીદ્યો હતો. આઈપીએલના ગત ચોથી સિઝનમાં ગંભીર સૌથી મોંઘો ખેલાડી હતો. જોકે, ગત વર્ષે તેનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું ન હતું. ગોતમ ગંભીરે પોતાને મળેલી આટલી રકમને બહુ ગંભીરતાથી ન લીધી અને તેનો એક રન અઢી લાખ રૂપિયાનો પડ્યો. 2011માં 15 મેચમાં ગંભીરે 378 રન કર્યા હતા. વર્તમાન સિરિઝમાં 3 મેચમાં 80 રન કરી શક્યો છે. તેની જવાબદારી માત્ર બેટ્સમેન તરીકેની જ નથી તે સુકાની પણ છે છતાં સુકાની તરીકે પણ તે એટલો અસરકારક રહ્યો નથી. તેનો એક રન અત્યારે કોલકાત્તા નાઈટ રાઈડર્સને 2,48,908 રૂપિયામાં પડી રહ્યો છે.
 
રોહિત શર્મા

પ્રતિભા સંપન્ન ખેલાડી તરીકે જેની ગણના થાય છે તેવા ભારતીય ટીમના ઉભરતા સિતારા રોહિત શર્માને 2011માં મુંબઈ ઈંડિયન્સે 10 કરોડમાં ખરીદ્યો હતો. મુંબઈ ઈંડિયન્સનું પ્રદર્શન તો જાણે બધી સિઝનમાં નોંધપાત્ર રહ્યું છે પણ આ ખેલાડીને એવું પ્રદર્શન કરવામાં સફળતા નથી મળી. 2011ની સિઝનમાં 16 મેચમાં 372 રન કર્યા હતા જ્યારે વર્તમાન આઈપીએલ 5માં 4 મેચોમાં 95 રન બનાવ્યા છે. તેના એક એક રન માટે મુંબઈ ઈંડિયન્સને 2,14,132 રૂપિયાનો ખર્ચ કરવો પડી રહ્યો છે.
 
રોબિન ઉથપ્પા

રોબિન ઉથપ્પાનું પ્રદર્શન પ્રથમ અને બીજી સિઝનમાં નોંધપાત્ર રહ્યું હોવાથી ગત વર્ષે પૂણે વોરિયર્સે 9.7 કરોડ જેટલી રકમ તેને આપી હતી. જોકે તેના પર મૂકેલો વિશ્વાસ સાર્થક કરવામાં તે સફળ થયો નથી. 2011માં 14 મેચમાં 264 રન કરનાર ઉથપ્પાએ આ સિઝનમાં અત્યાર સુધીમાં 3 મેચોમાં 93 રન બનાવ્યા છે. એક રસાકસીપૂર્ણ મેચમાં મુંબઈને છેલ્લી ઑવરમાં જીત અપાવી હતી તે ઈનિંગનો પણ સમાવેશ થાય છે. તેનો એક રન ટીમને 2,71,708 રૂપિયામાં પડી રહ્યો છે.
 
સૌરભ તિવારી

મહેન્દ્ર સિંહ ધોનીની પ્રતિકૃતિ તરીકે જેની ગણના થાય છે તેવા આ ઝારખંડના ખેલાડી સૌરભ તિવારી ગત સિઝનમાં ફ્લોપ રહ્યો હતો. મુંબઈ  ઈંડિયન્સમાંથી મૂક્ત થયા પછી રોયલ ચેલેન્જર બેંગ્લોરે તેને ખરીદ્યો હતો. જોકે તેનું બેટ અત્યાર સુધી બોલ્યું નથી અને તેનો એક એક રન વિજય માલ્યાને 3,45,794 રૂપિયામાં પડ્યો છે. ગત વર્ષે 16 મેચોમાં 187 રન કર્યા હતા. વર્તમાન સિરિઝમાં પણ તેણે ફ્લોપ પ્રદર્શન ચાલુ રાખ્યું છે. 3 મેચમાં માત્ર 27 રન કર્યા છે.

કૈમરન વ્હાઈટ

ઑસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી કૈમરન વ્હાઈટને ડેક્કન ચાર્જ્સે 5.1 કરોડમાં ખરીદ્યો છે. તેના પર લગાવેલી રકમનું વળતર હજુ સુધી ડેક્કન ચાર્જ્સને મળ્યું નથી. 2008માં વિજય માલ્યાએ તેને ખરીદ્યો હતો. જોકે, રોયલ ચેલેન્જર બેંગ્લોર માટે તેનો એક રન 1 લાખ રૂપિયામાં પડ્યો હતો. વર્તમાન સિઝનમાં ડેક્કન ચાર્જ્સને તેનો એક રન 1,13,805 રૂપિયામાં પડી રહ્યો છે. વ્હાઈટે 2 મેચમાં 53 રન બનાવ્યા છે.
 
ઉપરોક્ત ખેલાડીઓ પોતપોતાની ટીમ માટે ધોળા હાથી સમાન પૂરવાર થઈ રહ્યા છે. આમાંના અમુક ખેલાડીઓનું પ્રદાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નોંધપાત્ર હોવાથી તેના પર દાવ લગાવવામાં આવ્યો છે તો વળી અમુક ખેલાડીઓનું પ્રદર્શન આઈપીએલ કે ઘરેલું ક્રિકેટમાં નોંધપાત્ર રહ્યું હોવાથી તેને આટલી મોટી રકમનું ચૂકવણું કરાઈ રહ્યું છે. જોવાનું એ રહે છે કે આઈપીએલની વર્તમાન સિઝન પૂરી થાય ત્યાં સુધીમાં આ પૈકીના કેટલા ખેલાડીઓ પોતાની ટીમ માટે ફાયદાનો સોદો હશે અને કેટલા ખેલાડીઓ પાછળ ખર્ચેલા પૈસાનું ધોવાણ થયું હશે!

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com