Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 08:27:09 PM IST
 

સેક્સના કેટલાક અનોખા પ્રકાર (ઇન્ટિમસી)

Apr 14, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 8130
Rate: 3.5
Rating:
Bookmark The Article

ઇન્ટિમસી - કામિની મોટવાણી

તમારા લાઇફ પાર્ટનર સાથે તમારા સંબંધો સારા હોય, તો પછી સેક્સ લાઇફમાં આટલી નીરસતા શા માટે? સિમ્પલ (સાદા) અને ગ્રેટ સેક્સથી પણ આગળ ઘણા વિકલ્પો છે જે તમારી સેક્સ લાઇફને ફરીથી જીવંત અને આનંદિત બનાવશે

સેક્સલાઇફને રસપ્રદ બનાવવા માટે સેક્સના વિવિધ પ્રકાર અપનાવવા જોઈએ. ઘણા પ્રકાર તો એવા છે જેનો એક્સપેરિમેન્ટ (પ્રયોગ) કરવાનો વિચાર પણ ભાગ્યે જ આવ્યો હશે. સુંદર રાત્રીમાં તમે અને તમારો પાર્ટનર કેવા કેવા નવતર પ્રકારનાં સેક્સ માણી શકો, તે અંગે જાણીએ.

એક્સપેરિમેન્ટલ સેક્સ

લગ્નજીવનને ઘણો સમય થઈ ગયો હોય તેવાં કપલ્સ હંમેશાં એક્સપેરિમેન્ટલ સેક્સનો જ સહારો લે છે. વાસ્તવમાં લગ્નજીવનના શરૂઆતના દિવસોમાં જ જે ઉત્સુકતા કે ઉત્સાહ હોય છે તે ધીરે ધીરે ઓછો થઈ જાય છે અને સેક્સ લાઇફ નીરસ બનવા લાગે છે. સેક્સ લાઇફમાં ફરીથી નવો જોમ ભરવા માટે કંઈક નવું કરવું જરૂરી બની જાય છે. તેના માટે તમે નવી પોઝિશન અજમાવી શકો છો. નવી જગ્યા એટલે કે અલગ રૂમ, છત અથવા બાલ્કનીમાં તમારા પાર્ટનર સાથે સમાગમનો આનંદ માણી શકો છો.

શા માટે અજમાવશો?

'ખૂબ જ અદ્ભુત હતું, આવું પહેલાં નથી કર્યું, આનંદ આવ્યો.' એક્સપર્ટ્સનું કહેવું છે કે તમારા લગ્નજીવનને ઓછો સમય થયો હોય કે વધારે, તેનાથી કંઈ ફરક પડતો નથી. ક્યારેક તમારા મનમાં પણ આવો વિચાર આવ્યો હશે. જોકે સમયાંતરે સુપર સેક્સુઅલ એક્સપિરિયન્સ (સમાગમનો અદ્ભુત અનુભવ) લેતા રહેવું જરૂરી છે. એક્સપેરિમેન્ટલ સેક્સથી બંને પાર્ટનર વચ્ચેના સંબંધો વધારે મજબૂત બને છે અને પરસ્પરનો વિશ્વાસ વધે છે. એક વાત હંમેશાં યાદ રાખો કે તમારી સેક્સ લાઇફ ઉત્તમ હશે તો પાર્ટનર ક્યારેય એક્સ્ટ્રા મેરિટલ અફેર વિશે વિચારશે પણ નહીં.

નેસેસરી સેક્સ

નેસેસરી સેક્સ (જરૂરી સેક્સ) લાંબા સમયના સંબંધમાં ઉત્તેજનાને જાળવી રાખવા જરૂરી છે. આ તેવી ક્ષણો હોય છે, જે ઘણી વિશેષ હોય છે. તે તમારો તણાવ દૂર કરે છે, કેલરી બર્ન કરે છે અને તમારામાં નવી ઊર્જાનો સંચાર કરે છે. થોડા સમય પહેલાં જ માતા બનેલી એક સ્ત્રી આ અંગે કહે છે કે 'માતા બનવાને કારણે હું હંમેશાં થાકનો અનુભવ કરું છું. હું મારા પતિ સાથે સમાગમ દરમિયાન સારું પરફોર્મન્સ આપવાનો પ્રયત્ન કરું છું. મારા આ જ પ્રયત્નો મને તેમની નજીક હોવાનો અનુભવ કરાવે છે. ભલે સેક્સ ઉત્તમ ન હોય, પરંતુ એવું અનુભવાય છે કે અમારા સંબંધો પહેલાં કરતાં પણ વધારે મજબૂત બની રહ્યા છે.'

શા માટે અજમાવશો?

નેસેસરી (જરૂરી) સેક્સનો સંબંધ સેક્સને લઈને ઘટી રહેલી ઉત્સુકતા, ચરમસીમા અને સમાગમના કૌશલ વિશે સારું અનુભવવા સાથે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, 'નિયમિત શારીરિક સંબંધોથી લાગણીના સંબંધોનો અનુભવ થાય છે. સાથે તમે સમાગમના યોગ્ય મૂડમાં ન હો તો પણ સમાગમમાં ભાગ લઈ શકો છો અને બીજી વાર તમે વધારે ઉત્તમ સમાગમ માટે તૈયાર થાઓ છો.'

વેકેશન સેક્સ

નવી રોમેન્ટિક જગ્યા પર હંમેશાં પાર્ટનર્સ એકબીજાંમાં ફરીથી કંઈક નવું શોધવાના પ્રયત્નો કરે છે. રોમેન્ટિક જગ્યાઓ પર વિતાવવામાં આવેલી દરેક સાંજ કંઈક ખાસ લાગે છે. વેકેશનમાં પાર્ટનર્સ પોતાની સેક્સ લાઇફમાં નવા જોશનો સંચાર કરવા માટે સેક્સ કરે છે અને એકબીજાંને વધારે નજીક અનુભવે છે.

શા માટે અજમાવશો?

થોડા દિવસો માટે લેપટોપને ભૂલી જવાથી, મોબાઇલની સ્વીચ ઓફ કરવાથી અને થોડા સમય માટે આરામ કરવાથી સેક્સ લાઇફ ફરીથી તાજી થઈ જાય છે. થોડા સમય માટે દુનિયાથી દૂર રહેવાથી પાર્ટનર્સમાં એડવેન્ચર અને બોલ્ડનેસ આવવા લાગે છે. તેની અસર સમાગમ પર જોવા મળે છે.

સેક્સ લાઇફમાં વિવિધતા લાવવા માટે વિવિધ પ્રકારોને જરૂર અજમાવવા જોઈએ. તેનાથી સેક્સ લાઇફની તાજગી અને આનંદ બરકરાર રહે છે તથા લગ્નજીવન સુખમય બને છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com