એટલાન્ટા, તા. 14
અમેરિકાની ટોચની ટૅક્નોલૉજી કંપનીઓમાંની એક એમએફજી ડોટ કોમ આ સપ્તાહે ભારતમાં સપ્લાયર ડિસ્કવરી ટૂર હાથ ધરી રહી છે. ભારતીય સપ્લાયર્સ માટે આઠ કરોડ ડોલરથી વધુનાં મૂલ્યના રિક્વેસ્ટ ફોર ક્વોટ (આરએફક્યુ) ઉપલબ્ધ કરાશે.
અમેરિકાથી આવનારા ખરીદારો એપ્રિલ-૨૦૧૨ દરમિયાન નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ, ચેન્નાઈના ઓરિજિનલ ઇક્વિપમેન્ટ ઉત્પાદકો સાથે મિટિંગ કરશે. સેમિનારો અને મિટિંગ દ્વારા કંપની વેપારની વૈશ્વિક તકો ચકાસશે. અમદાવાદ ખાતે ૧૮ એપ્રિલના રોજ મિટિંગ યોજાઈ રહી હોવાનું જાણવા મળે છે. એશિયા પેસિફિકના પ્રેસિડેન્ટ જેમ્સ જીનના મતાનુસાર ઉત્તર અમેરિકા અને યુરોપના ખરીદારો માટે કેડફાઇલ્સ પ્રમાણે પાટ્ર્સ બનાવી આપે તેવા ઉત્પાદકોની તલાશ છે. પશ્ચિમના દેશોને ભારતીય સપ્લાયર્સ સુધી પહોંચવાનો રસ્તો પૂરો પાડવા હાલ એમએફજી સેતુ બનવા સપ્લાયર્સ ડિસ્કવરી ટૂર પર નીકળી છે.