Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 09:56:55 AM IST
 

LIC હાઉસિંગની રૂ . ૨૫,૦૦૦ કરોડ એકત્રિત કરવાની યોજના

Apr 14, 2012 Business > Corporate News
 
Tags:   LIC Insurance LIG Housing finance comment     E-Mail     Print    
 
Viewed: 453
Rate: 0
Rating:
Bookmark The Article

મુંબઈ, તા. ૧૪

લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની પેટા કંપની એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ ચાલુ નાણાકીય વર્ષમાં રૂ .  ૨૫,૦૦૦ કરોડ એકત્રિત કરવા વિચારી રહી છે. આ રકમ ૨૦૧૧-૧૨નાં નાણાવર્ષ કરતાં ૧૩.૫ ટકા વધુ હોવાનું ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું. એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સના ચીફ એક્ઝિક્યુટીવ વી. કે. શર્માએ જણાવ્યું હતું કે, ચાલુ  નાણાકીય વર્ષમાં કંપનીના બિઝનેસગ્રોથને મજબૂત બનાવવા માટે રૂ .  ૨૫,૦૦૦ કરોડ એકત્રિત કરવામાં આવશે જ્યારે ગત નાણાવર્ષમાં રૂ . ૨૨,૦૦૦ કરોડ ઊભા કરાયા હતા.

એલઆઈસી હાઉસિંગ મોટાભાગની રકમ બોન્ડ મારફતે એકત્રિત કરશે, જેમાંથી કેટલીક રકમ બેંક પાસેથી અને બાકીની ઓપન માર્કેટમાંથી મેળવાશે. કંપની દ્વારા કુલ એકત્રિત કરાયેલી રકમ પૈકી ૬૫ ટકા બોન્ડ દ્વારા મેળવાઈ છે. કંપનીની લોનબુકમાં આ વર્ષે ૨૦-૨૫ ટકા વૃદ્ધિની શક્યતા છે. કંપની દ્વારા એકત્રિત ફંડમાંથી નજીકનાં ભવિષ્યમાં કેટલાક પ્રોજેક્ટમાં રોકાણ કરવામાં આવશે. ડિસેમ્બરના અંતે પૂરા થયેલા ત્રિમાસમાં એલઆઈસી હાઉસિંગનો નેટ નફો ૪૩ ટકા વધીને રૂ . ૩૦૫.૬૯ કરોડ થયો હતો જ્યારે આવક રૂ . ૧,૫૯૩ કરોડ થઈ હતી.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com