Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 10:08:05 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

સાત કોમોડિટીના વાયદામાં પ્રતિબંધની વિચારણા

Apr 14, 2012 Business > Commodity Current
 
Tags:   Commodity Submit Market Ban comment     E-Mail     Print    
 
Viewed: 501
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. ૧૪

કેન્દ્ર સરકારે સાત કોમોડિટી વાયદાઓ પર પ્રતિબંધ મૂકવાની વિચારણા માટે એક વિશેષ સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં કેટલીક કૃષિ કોમોડિટીમાં મોટા પાયે સટ્ટાબાજી થઇ છે. આથી આવી કૃષિ પેદાશોના વાયદા બંધ કરવાની જરૂ ર છે કે કેમ તે અંગે વિચારણા કરાશે. આ સમિતિ ૧૫ દિવસમાં રિપોર્ટ સબમીટ કરશે. ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના મંત્રી કે.વી. થોમસ અને એફએમસીના ચેરમેન રમેશ અભિષેક વચ્ચે શુક્રવારે બેઠક યોજાઇ હતી.
સમિતિ ચણા, સોયબીન, રિફાઇન્ડ સોયાઓઇલ, મરચુ મોટી ઇલાયચી, અને ગવાર ગમના વાયદા પર પ્રતિબંધ મૂકવા અંગે વિચારણા કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી એફએમસીએ માર્જિન વધાર્યા છે, સ્પેશિયલ ર્માિજનો લાદયા છે. સંગ્રહની ક્ષમતામાં પણ મર્યાદા લાદી છે. તેમ છતાં મોટા પાયે વધઘટ ચાલી રહી હોવાને કારણે આવા વાયદાઓ પર પ્રતિબંધ મુકાવાની શક્યતા છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com