Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 12:35:09 AM IST
 

ધોની સામે દાદાની દાદાગીરી, પૂણેનો દમદાર વિજય

Apr 14, 2012 Sports > IPL 2013
 
Tags:   Cricket IPL 5 IPL 2012 Team IPL 2012 News IPL 2012 IPL Indian Premier League 2012 Indian Premier League Pune Warriors Chennai Super Kings comment     E-Mail     Print    
 
Viewed: 1350
Rate: 5.0
Rating:
Bookmark The Article

પૂણે, તા. ૧૪

સૌરવે ધોનીને હરાવ્યો
ચેન્નાઇને હરાવી પૂણે પોઇન્ટ ટેબલમાં મોખરે : રાયડર ૭૩*, સ્મિથ ૪૪*
જેસ્સી રાયડરના ૭૩*, સ્ટિવન સ્મિથના ૪૪* રનની સહાયથી ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પૂણે વોરિયર્સે ૭ વિકેટે વિજય મેળવ્યો હતો. વિજય માટે ચેન્નાઈએ આપેલા ૧૫૬ના લક્ષ્યાંકને ૧૯.૨ ઓવરમાં વટાવી લઈ પૂણેની ટીમે અપસેટ સર્જ્યો હતો. પૂણેને જીતવા ૬ બોલમાં ૧૦ રન કરવાના હતા. ઓસ્ટ્રેલિયાના સ્ટિવન સ્મિથે પ્રથમ બોલે બાઉન્ડ્રી, બીજા બોલે સિક્સ ફટકારી દઈ પૂણેનો વિજય નિશ્ચિત કર્યો હતો. રાયડર અને સ્મિથ વચ્ચે ચોથી વિકેટ માટે ૬.૪ ઓવરમાં ૬૬ રનની ભાગીદારી નોંધાઈ હતી.

અહીંનાં સહારા સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ધોની આઈપીએલની પાંચમી સિઝનમાં પ્રથમ વખત ટોસ જીતવામાં સફળ રહ્યો હતો. ચેન્નાઈની ટીમમાં ડગ બોલિંજર અને જકાતીનાં સ્થાને નુવાન કુલાસેકરા અને યો મહેશનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પૂણેની ટીમમાં મનીષ પાંડેનાં સ્થાને મુરલી કાર્તિકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્લેસી અને વિજયે ચેન્નાઈને સારી શરૂઆત અપાવી હતી. પ્લેસીનો ફાળો વિશેષ હતો. વિજયે ફરી એકવાર ટીમને નિરાશ કરતાં ૮ રને આઉટ થયો હતો. બન્ને વચ્ચે પ્રથમ વિકેટ માટે ૬.૧ ઓવરમાં ૪૩ રનની ભાગીદારી નોંધાઈ હતી, જેમાં પ્લેસીના ૩૫ રન હતા. ચેન્નાઈએ ૭.૧ ઓવરમાં ૫૦ રન પૂરા કર્યા હતા. પ્લેસી વધારે જોખમી બને તે પહેલાં રાહુલ શર્માએ ૪૩ રને આઉટ કર્યો હતો. ધોની અને રૈનાએ બાજી સંભાળવા પ્રયત્ન કર્યો હતો, જોકે રૈના ફરી એક વખત સારી શરૂઆતને મોટા સ્કોરમાં પરિર્વિતત કરવામાં નિષ્ફળ રહેતાં ૨૦ રને આઉટ થયો હતો. ધોની અને જાડેજાએ ૧૨.૫ ઓવરમાં ટીમનો સ્કોર ૧૦૦ રને પહોંચાડયો હતો. ધોની અને જાડેજાએ હકારાત્મક બેટિંગ કરી રકાસ ખાળ્યો હતો. ધોની અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરવાના પ્રયાસમાં ૨૬ રને ડિન્ડાનો શિકાર બન્યો હતો. પૂણે તરફથી રાહુલ શર્માએ ૨ વિકેટ ઝડપી હતી.

 
 
ચેન્નાઈ સુપર કિંગ્સ
રન
બોલ
પ્લેસી સ્ટ. ઉથપ્પા બો. રાહુલ
૪૩
૩૩
વિજય કો. ડિન્ડા બો. મેથ્યુસ
૧૧
રૈના કો. સ્મિથ બો. રાહુલ
૨૦
૧૯

ધોની કો. કાર્તિક બો. ડિન્ડા

૨૬
૨૮
જાડેજા કો. સ્મિથ બો. નહેરા
૪૪
૨૬
મોર્કેલ અણનમ
બ્રાવો અણનમ

એકસ્ટ્રા : ૦૬, કુલ : (૨૦ ઓવરમાં, ૫ વિકેટે) ૧૫૫. વિકેટ : ૧-૪૩ (વિજય, ૬.૧), ૨-૬૭ (પ્લેસી, ૯.૧), ૩-૮૬ (રૈના, ૧૧.૩), ૪-૧૪૭ (ધોની, ૧૮.૬), ૫-૧૪૮ (જાડેજા, ૧૯.૨). બોલિંગ : કાર્તિક : ૩-૦-૧૮-૦, ડિન્ડા : ૪-૦-૩૦-૧, નહેરા : ૪-૦-૪૩-૧, રાહુલ શર્મા : ૩-૦-૧૬-૨, સેમ્યુઅલ્સ : ૪-૦-૨૯-૦, મેથ્યુસ : ૨-૦-૧૮-૧.

પૂણે વોરિયર્સ
રન
બોલ
ઉથપ્પા રનઆઉટ
૧૦
રાયડર અણનમ
૭૩
૫૬
ગાંગુલી રનઆઉટ
૧૬
૧૬
સેમ્યુઅલ્સ બો. મહેશ
૧૫
સ્મિથ અણનમ
૪૪
૨૨
એક્સ્ટ્રા : ૦૫, કુલ : (૧૯.૨ ઓવરમાં, ૩ વિકેટે) ૧૫૬.

વિકેટ : ૧-૩૧ (ઉથપ્પા, ૨.૬), ૨-૬૫ (ગાંગુલી, ૮.૨), ૩-૯૦ (સેમ્યુઅલ્સ, ૧૨.૪). બોલિંગ : કુલાસેકરા : ૪-૦-૩૮-૦, મોર્કેલ : ૨-૦-૨૨-૦, અશ્વિન : ૪-૦-૧૯-૦, બ્રાવો : ૩-૦-૩૧-૦, રૈના : ૪-૦-૨૨-૦, મહેશ : ૨.૨-૦-૨૨-૧.


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com