Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 11:28:33 AM IST
 

સ્કારલેટના જીવનમાં નવા બોયફ્રેન્ડનું આગમન

Apr 15, 2012 Entertainment > Hollywood
 
Tags:   Hollywood Scarlett Johansson comment     E-Mail     Print    
 
Viewed: 734
Rate: 0
Rating:
Bookmark The Article

લંડન 14, એપ્રિલ

હોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી સ્કારલેટ જોન્સનની લાઇફમાં ખુશી પરત ફરી છે, કેમ કે તેની લાઇફમાં નવા બોયફ્રેન્ડનું આગમન થયું છે. સ્કારલેટ હાલમાં તેના નવા બોયફ્રેન્ડ નેટ નેયલોર સાથે ખૂબ ખુશ છે. નેટ નેયલોર ન્યૂયોર્કસ્થિત એડવર્ટાઇઝિંગ એક્ઝિક્યુટિવ છે. અભિનેતા રાયન રેનોલ્ડસ સાથે સંબંધ તૂટી ગયા બાદ વર્ષ ૨૦૧૧માં સ્કારલેટ ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહી હતી.

હવે તે ફરી ખુશ દેખાઇ રહી છે. તેના જીવનમાં દરેક બાબત બિલકુલ યોગ્ય રીતે આગળ વધી રહી છે. તે હાલમાં ઘણી ખુશ છે અને પર્સનલ તેમ જ પ્રોફેશનલ લાઇફમાં ભરપૂર આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે. સ્કારલેટને નવી ફિલ્મોની ઓફર પણ થઇ રહી છે, જે તેને વધુ લોકપ્રિયતા અપાવી શકે છે, પરંતુ તે ઉતાવળે ફિલ્મો સાઇન કરવા ઇચ્છતી નથી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com