કોલકાતા, તા. ૧૫
પંજાબ : ૧૩૪/૯, કોલકાતા : ૧૩૨/૭, પીયૂષ ચાવલા ૩ વિકેટ
બોલરોનાં શાનદાર પ્રદર્શનના સહારે કિંગ્સ ઇલેવન પંજાબે આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ૨ રને રોમાંચક વિજય મેળવ્યો હતો. કોલકાતાએ અંતિમ ૧૨ બોલમાં ૧૩ રનની જ જરૂરી હતી પણ પંજાબના બોલરોનાં ચુસ્ત પ્રદર્શન સામે કોલકાતાના બેટ્સમેનો ફાવ્યા ન હતા. આ જીત સાથે પંજાબે સતત બીજો વિજય નોંધાવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતાં કિંગ્સ ઇલેવન પંજાબે ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૩૪ રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૩૨ રન બનાવી શકી હતી. ૧૯ રનમાં ૫ વિકેટ ઝડપવા બદલ સુનિલ નારાયણને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
૧૩૫ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલ કોલકાતાની શરૂઆત ખરાબ રહી હતી. કાલિસ ફરી એક વાર નિષ્ફળ જતાં ૧ રને આઉટ થયો હતો. ગંભીર આક્રમક બેટિંગ કરીને સારી શરૂઆત કરી હતી, જોકે મોટો સ્કોર બનાવી શક્યો ન હતો અને ૨૨ રને આઉટ થયો હતો. બિસ્લા અને તિવારીએ બાજી સંભાળી હતી. બન્નેએ ૭.૪ ઓવરમાં ૪૩ રનની ભાગીદારી નોંધાવી હતી. આ બન્નેના આઉટ થયા બાદ યુસફ અને શાકિબ પણ જલદી આઉટ થતાં કોલકોતા મુશ્કેલમાં મુકાયું હતું. દાસ બાજી સંભાળીને લડાયક ૩૫ રન ફટકાર્યા હોવા છતાં ટીમને જીત અપાવી શક્યો ન હતો.
અહીંના ઈડનગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન ગૌતમ ગંભીરે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલકાતાની ટીમમાં બાલાજીના સ્થાને જયદેવ ઉનડકટનો સમાવેશ કરવામાં આવ્યો હતો જ્યારે પંજાબની ટીમમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલા પોલ વેલ્થાટી અને પરવિન્દર અવારાના સ્થાને પારસ ડોગરા અને ભાર્ગવ ભટ્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. ગિલક્રિસ્ટ ૫ અને શોન માર્શ ૧ રને આઉટ થયો હતો. મનદીપસિંહ અને ડી હસ્સીએ બાજી સંભાળી ૯.૧ ઓવરમાં ટીમનો સ્કોર ૫૦ રને પહોંચાડયો હતો. આ જોડી જોખમી બને તે પહેલાં શાકિબે મનદીપને ૩૮ રને આઉટ કરી સફળતા અપાવી હતી. બન્નેએ ત્રીજી વિકેટ માટે ૭.૪ ઓવરમાં ૫૨ રનની ભાગીદારી નોંધાવી હતી. મનદીપ બાદ ડેવિડ હસ્સી ૩૨ રને રનઆઉટ થતાં પંજાબ મુશ્કેલમાં મુકાયું હતું. આ બન્નેના આઉટ થયા બાદ કોલકાતાના બોલરો સામે પૂંછડિયા બેટ્સમેનો ટકી શક્યા ન હતા. કોલકાતા તરફથી નારાયણે પાંચ અને ભાટિયાએ બે વિકેટ ઝડપી હતી.
રન સરખામણી
|
ઓવર
|
પંજાબ
|
કોલકાતા
|
|
૫
|
૨૪/૨
|
૪૧/૨
|
|
૧૦
|
૬૦/૨
|
૭૦/૨
|
|
૧૫
|
૮૭/૪
|
૯૪/૬
|
|
૧૬
|
૯૮/૪
|
૯૯/૬
|
|
૧૭
|
૧૦૧/૬
|
૧૧૧/૬
|
|
૧૮
|
૧૦૪/૮
|
૧૨૨/૬
|
|
૧૯
|
૧૨૩/૮
|
૧૨૬/૬
|
|
૨૦
|
૧૩૪/૯
|
૧૩૨/૭
|
|
કિંગ્સ ઈલેવન પંજાબ
|
રન
|
બોલ
|
૪
|
૬
|
|
ગિલક્રિસ્ટ કો. તિવારી બો. નારાયણ
|
૫
|
૯
|
૦
|
૦
|
|
મનદીપ કો. ડોશ્ચેટ બો. શાકિબ
|
૩૮
|
૩૪
|
૩
|
૧
|
|
માર્શ બો. નારાયણ
|
૧
|
૬
|
૦
|
૦
|
|
હસ્સી રનઆઉટ
|
૩૨
|
૩૧
|
૧
|
૧
|
|
ડોગરા કો. દાસ બો. ભાટિયા
|
૬
|
૧૧
|
૦
|
૦
|
|
બિપુલ કો. બિસ્લા બો. નારાયણ
|
૧૨
|
૧૧
|
૦
|
૧
|
|
મેસ્કરહાન્સ કો. બિસ્લા બો. ભાટિયા
|
૦
|
૧
|
૦
|
૦
|
|
ચાવલા અણનમ
|
૧૩
|
૮
|
૦
|
૧
|
|
પ્રવીણ બો. નારાયણ
|
૦
|
૧
|
૦
|
૦
|
|
હરમીત કો. બિસ્લા બો. નારાયણ
|
૧૪
|
૬
|
૩
|
૦
|
|
ભાર્ગવ અણનમ
|
૬
|
૨
|
૦
|
૧
|
એકસ્ટ્રા : ૦૭ , કુલ : (૨૦ ઓવરમાં, ૯ વિકેટે) ૧૩૪ , વિકેટ : ૧-૧૬ (ગિલક્રિસ્ટ, ૨.૫), ૨-૨૧ (માર્શ, ૪.૨), ૩-૭૩ (મનદીપ, ૧૧.૬), ૪-૮૫ (હસ્સી, ૧૪.૧), ૫-૯૯ (ડોગરા, ૧૬.૩), ૬-૧૦૦ (મેસ્કરહાન્સ, ૧૬.૫), ૭-૧૦૪ (બિપુલ શર્મા, ૧૭.૫), ૮-૧૦૪ (પ્રવીણકુમાર, ૧૭.૬), ૯-૧૨૮ (હરમીત, ૧૯.૪). બોલિંગ : યુસુફ : ૧-૦-૭-૦, કાલિસ : ૪-૦-૩૦-૦, નારાયણ : ૪-૦-૧૯-૫, શાકિબ : ૪-૦-૨૬-૧, ઉનડકટ : ૩-૦-૩૨-૦, ભાટિયા : ૪-૦-૧૪-૨.
|
કોલકાતા નાઈટ રાઈડર્સ
|
રન
|
બોલ
|
૪
|
૬
|
|
કાલિસ કો. ડોગરા બો. ભાર્ગવ
|
૧
|
૫
|
૦
|
૦
|
|
ગંભીર કો એન્ડ બો. મેસ્કરહાન્સ
|
૨૨
|
૧૩
|
૪
|
૦
|
|
બિસ્લા બો. ચાવલા
|
૨૭
|
૨૫
|
૧
|
૧
|
|
તિવારી એલબી બો. ભાર્ગવ
|
૨૦
|
૨૭
|
૧
|
૦
|
|
શાકિબ કો એન્ડ બો. ચાવલા
|
૪
|
૮
|
૦
|
૦
|
|
યુસુફ બો. ચાવલા
|
૦
|
૩
|
૦
|
૦
|
|
દાસ અણનમ
|
૩૫
|
૨૩
|
૩
|
૧
|
|
ડોશ્ચેટ બો. હરમીત
|
૧૧
|
૧૪
|
૧
|
૦
|
|
ભાટિયા અણનમ
|
૩
|
૨
|
૦
|
૦
|
એકસ્ટ્રા : ૦૯, કુલ : (૨૦ ઓવરમાં, ૭ વિકેટે) ૧૩૨, વિકેટ : ૧-૧૩ (કાલિસ, ૧.૬), ૨-૩૦ (ગંભીર, ૩.૪), ૩-૭૩ (તિવારી, ૧૧.૨), ૪-૭૯ (બિસ્લા, ૧૨.૧), ૫-૭૯ (યુસુફ, ૧૨.૪), ૬-૮૮ (શાકિબ, ૧૪.૪), ૭-૧૨૮ (ડોશ્ચેટ, ૧૯.૩). બોલિંગ : ૪-૦-૨૨-૦, ભાર્ગવ ભટ્ટ : ૪-૦-૨૪-૨, મેસ્કરહાન્સ : ૪-૦-૩૪-૧, હરમીત : ૪-૦-૨૭-૧, ચાવલા : ૪-૦-૧૮-૩.
મનદીપ સિંહે 34 બોલમાં 38 જ્યારે અને હસ્સીએ 31 બોલમાં 32 રન બનાવ્યા હતા.