Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 11:05:24 PM IST
 

ટાઈટૅનિકનાં કીચડમાં માનવ અવશેષ!

Apr 15, 2012 Offbeat
 
Tags:   Titanic Hollywood 2012 Ice berg World Titanic Movie James Cameron America Visit Scrap Human Titanic shipwreck site comment     E-Mail     Print    
 
Viewed: 4311
Rate: 4.2
Rating:
Read in English
Bookmark The Article

ન્યૂયોર્ક, તા. 15

એક અમેરિકી અધિકારીએ આશંકા દર્શાવી હતી કે ઉત્તરી એટલાન્ટિંક સમુદ્રમાં આજથી ઠીક 100 વર્ષ પૂર્વે ડૂબેલા અમેરિકી અતિ વૈભવી અને વિશાળ જહાજ ટાઈટૅનિકના કીચડમાં કેટલાક માનવ અવશેષો હોઈ શકે છે.

રાષ્ટ્રીય સામુદ્રિક અને પર્યાવરણ વહીવટી પ્રશાસનના નિર્દેશક જેમ્સ ડેલગાદોનું કહેવું છે કે ફૉરેન્સિક તપાસમાં જોવા મળ્યું છે કે સમુદ્રના કીચડમાં કેટલાક માનવ અવશેષો હોઈ શકે છે.

જેમ્સ ડેલગાડોનું કહેવું છે કે વર્ષ 2004માં એક ફોટોગ્રાફરે જહાજના કીચડમાં કેટલાક માનવના કોટ અને જૂતા પહેરેલ ફોટો પાડ્યા હતા. તેમને વધુમાં કહ્યું હતું કે આ એક રોમાંચક બાબત છે અને એવું લાગે છે કે જેમ કોઈ ત્યાં આરામ કરી રહ્યું હોય. આ સંદર્ભે આનાથી સંબંધિત તમામ ફોટો જારી કરવામાં આવશે. જો કે આજના દિવસે ટાઈટૅનિક ડૂબ્યાને પૂરા 100 વર્ષ થવાથી તે અંતર્ગત જે સ્થાને આ પ્રખ્યાત જહાજ ડૂબ્યું હતું તે સ્થાને પ્રાથર્ના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ઠીક આજથી 100 વર્ષ પહેલાં ટાઈટૅનિક જહાજ ડૂબ્યું હતું જેમાં 1500 પ્રવાસીઓ મોતને ભેટ્યા હતા અને આ ઉપરથી હોલિવૂડમાં જેમ્સ કેમરુને ફિલ્મ બનાવી હતી જે ખૂબ પ્રસિદ્ધ થઈ હતી.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com