Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 04:40:26 AM IST
 

પાસપોર્ટ કઈ જન્મ તારીખથી કઢાવવો જોઈએ?

Apr 15, 2012 Supplements > Career
 
comment     E-Mail     Print    
 
Viewed: 1222
Rate: 4.8
Rating:
Bookmark The Article

Study Abroad - Maulin Raval

* મારા પતિ ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા ધરાવે છે અને મારે IELTS માં ૪ બેન્ડ આવેલ છે, તો મારે સ્ટુડન્ટ વિઝા માટે ફાઇલ કરી શકાય?

- વિજય પટેલ, કડી.

ના. આટલા ઓછા બેન્ડ હોવાને કારણે ફરીથી પરીક્ષા આપી મેક્સિમમ બેન્ડ્સ લાવ્યા પછી એપ્લાય કરજો. સ્ટુડન્ટ તરીકે સારી એપ્રુવ્ડ યુનિવર્સિટીમાં જાતે જ ઓનલાઈન એપ્લાય કરી શકાય.

મેં બી.ઈ.આઈ.ટી. નો અભ્યાસ પૂરો કર્યો છે. મારે આઈ.ટી. ફિલ્ડમાં સ્ટડી કરવા યુકે જવું છે તો એડમિશન મેળવવાની શું પ્રક્રિયા છે?

- હર્ષલ ભટ્ટ, અમદાવાદ.

તમે જાતે જ ઈન્ટરનેટ પર સર્ચ કરીને યુકેની શ્રેષ્ઠ યુનિવર્સિટીની પસંદગી કરી શકો છો અને એડમિશન મેળવી શકો છો અથવા યુકેની વેબસાઈટની મદદ લો. પૈસા વેડફી કોઈની મદદની જરૂર નથી. એડમિશન આપનાર યુનિવર્સિટી તમને ફી વગેરેની તમામ માહિતી આપશે.

* મારો પુત્ર ૧૨ સાયન્સમાં અભ્યાસ કરે છે. તેને મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા એરોનોટિકલ એન્જિનિયર બનાવવા માટે કયો દેશ સારો? કેટલો ખર્ચ થાય? રહેવાની વ્યવસ્થા થાય? પાસપોર્ટ કઈ જન્મ તારીખથી કઢાવવો?

- હેતલ શાહ, અમદાવાદ.

બંને ડિગ્રી માટે અમેરિકા 'ધી બેસ્ટ' જો ફીના પ્રથમ તબક્કે જ ૧૫થી ૨૦ લાખ રૂપિયાની ક્ષમતા હોય તો જ પરદેશ ભણવા મોકલી શકાય. તદુપરાંત કોલેજના કેમ્પસમાં રહેવાની વ્યવસ્થા હોય છે તેની રકમ પણ ભરવી પડે. આ સિવાય ઓછા ખર્ચમાં કામ પતાવવું હોય તો હવે આપણા દેશમાં પણ સારી કોલેજો છે જેની તપાસ કરી જુઓ. તમારી જન્મ તારીખનો જે સરકારી દાખલો હોય તે મુજબ પાસપોર્ટ કરાવવો જોઈએ.

* મારે લંડનમાં કમ્પ્યુટર એન્જિ.ના અભ્યાસ સાથે પાર્ટ ટાઇમ જોબ કરવા માટે કયા વિઝા જોઈએ અને આ અંગે ખર્ચ કેટલો થાય?- રમેશ બારોટ, સુરત

તમારી પાસે કઈ ડિગ્રી છે તથા લંડનમાં સ્ટુડન્ટ ફી, રહેવાનો ખર્ચ જે લાખ્ખો રૂપિયા થાય વગેરે તમામ બાબતની ચકાસણી કર્યા પછી જ નક્કી કરી શકાય. ટૂંકમાં પાઉન્ડ બરાબર લાખ્ખો રૂપિયા ફીના ખર્ચવાની કુટુંબની સધ્ધરતા હોય તો સ્ટુડન્ટ વિઝા મળી શકે, કારણ કે ત્યાંની કોલેજોની ફી જ ઘણી હોય છે. પાર્ટ ટાઇમ જોબની આશા અને આશય સાથે સ્ટુડન્ટ વિઝા મળે નહીં.

* મેં ગ્રેજ્યૂએશન ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કર્યું છે. મારે એમ.બી.એ. કરવા પરદેશ જવું છે, તો કયો દેશ સારો અને ત્યાં જવાનો વાર્ષિક ખર્ચ કેટલો થાય?

- રાકેશ પટેલ, વડોદરા.

અમેરિકાની એમ.બી.એ. ડિગ્રીની વેલ્યુ જોબ માટે બીજા દેશ કરતાં વધુ છે. જ્યારે બીજા દેશોની આ ડિગ્રીનું બહુ મહત્ત્વ નથી. તમે અમેરિકાના એમ.બી.એ.ની ડિગ્રી તથા અનુભવ ધરાવતા હો તો નોકરીમાં મુશ્કેલી પડતી નથી. અમેરિકાનો ખર્ચ ભણવા તથા રહેવા વગેરેનો આશરે ૨૦ લાખની આસપાસ થાય જે યુનિવર્સિટી અન્વયે અર્થાત્ બેસ્ટ યનિવર્સિટી માટે જુદો હોઈ શકે. 

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com