Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 08:34:46 PM IST
 

વાલોડ ગરીબ કલ્યાણ મેળામાં વહીવટી તંત્રની ગંભીર ભૂલો

Apr 16, 2012 Surat > Surat District
 
comment     E-Mail     Print    
 
Viewed: 193
Rate: 0
Rating:
Bookmark The Article

બુહારી, તા. ૧૫

વાલોડ તાલુકા મથકે આવેલી સ.ગો. હાઇસ્કૂલમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં વહીવટી તંત્રના અધિકારીઓની કેટલીક ભૂલો હાસ્ય તથા ચર્ચાનો વિષય બની હતી. અત્રે સંસદીય સચિવ હર્ષદ વસાવા, જિલ્લા કલેકટર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શાલિની અગ્રવાલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૬૦૧ લાભાર્થીઓને રૂ. ૩૯૧ લાખની સાધન સહાય અર્પણ કરાઈ હતી.

  • તાલુકાના ૧૬૦૧ લાભાર્થીઓને રૂ.૩૯૧ લાખની સાધન સહાય અર્પણ કરાઈ

વલોડના ગરીબ કલ્યાણ મેળાના સમારંભમાં પ્રાસંગિક પ્રવચનમાં તાપી જિલ્લા પ્રાંત અધિકારીએ મંચ પર ઉપસ્થિત પોતાના સિનિયર જિલ્લા વિકાસ અધિકારીના નામનો ઉલ્લેખ કરવાને બદલે મંત્રી આનંદીબેન પટેલ ઉપસ્થિત ન હોવા છતાં તેમનો ઉલ્લેખ કરી દેતા પ્રાંતની નાની સરખી ભૂલથી આશ્ચર્ય ફેલાયું હતું. મજાની વાત તો એ છે કે પ્રાંતે શબ્દના ઉદબોધનમાં કરેલી ભૂલનો ઢાંકપીછાડો કરવા તાલુકાના સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ પ્રિન્ટ મીડિયાના રિપોર્ટરોને આજીજી કરતા હતા. બીજી એક ગંભીર કહી શકાય એવી બાબતમાં પાવર ટીલર વિષય અંતર્ગત બેડકુવાના ગોવિંદભાઇ જોગીભાઇ ચૌધરી સાફલ્ય ગાથા રજૂ કરી રહ્યા હતા એ દરિમયાન સાંજે ૭.૩૦ કલાકે મુખ્યમંત્રીનું ટેલિકાસ્ટ દ્વારા સંબોધન શરુ થઇ જતા એક કોમન મેનની સાફલ્ય ગાથા અધવચ્ચે વહીવટી તંત્રે બંધ કરાવી દેતા ક્ષણભર સૌ કોઇ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા. ત્રીજી બાબતમાં લાભાર્થીઓને સ્ટોલ પરથી સહાય વિતરણ કરતી વખતે તાપી જિલ્લા કલેકટર આર. જે. પટેલે અધિકારીઓ કે કર્મચારીઓ સહાય ઘરે પહોંચાડી દેશું એમ કહેતા લાભાર્થીઓને કલેકટરે પોતાને જણાવવાનું કહેતા જાહેર મંચ પરથી કરેલા એનાઉન્સિંગ પાછળનો ર્ગિભત ઇશારો ઘણું બધં કહી રહ્યો હોય એમ લાગી રહ્યું હતંુ.

આ પ્રસંગે સુધાબેન રાકેશભાઇ ગામીત દાદરીયાના લાભાર્થી દ્વારા ઇન્દિરા આવાસની સાફલ્યગાથા રજૂ થઇ હતી. તાલુકા કક્ષાના ગરીબ કલ્યાણ મેળા દરમિયાન આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ૧૨૯, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ૩૫, ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ૨૭, ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ દ્વારા ૫૦, કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ૫૮૧, પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વરા ૪૭૦, મહિલા અને બાળ વિભાગ દ્વારા ૧૬, શિક્ષણ વિભાગ દ્વારા ૧૮, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ૧૨૦, લીડ બેન્ક દ્વારા ૧૪૫, વનવિભાગ દ્વારા ૧૦ મળી કુલ ૧૬૦૧ લાભાર્થીઓને ૩૯૧ લાખની સાધન સહાય આપવામાં આવી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com