Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 09:46:35 PM IST
 

કોસમડી પંચાયતની ચૂંટણી પૂર્વે ભાજપના મહામંત્રી પર હુમલો : ચાર જણા ઘાયલ

Apr 16, 2012 Baroda > Bharuch-Narmada
 
comment     E-Mail     Print    
 
Viewed: 357
Rate: 0
Rating:
Bookmark The Article

અંકલેશ્વર તા.૧૫

ગ્રામ પંચાયતની રવિવારે યોજાયેલી મતદાન પ્રક્રિયા પુર્વે ગત મોડી રાત્રીના સમયે કોસમડી ગ્રામ પંચાયતની ચુંટણીને લઈ લાલ કોલોની ખાતે બે પેનલના ઉમેદવારો અને ટેકેદારો સામ સામે આવી જતા મામલો બિચક્યો હતો. એક પેનલના ટેકેદારોએ અન્ય પેનલના ટેકેદારો અને સભ્યો પર હિચકારો હુમલો કરતા ભાજપના તાલુકા મહામંત્રી સહિત ચાર શખ્સોને ઈજાઓ પહોંચી હતી જ્યારે કેટલાંક વાહનોની તોડફોડ પણ કરાઈ હતી.

  • રાજકીય અગ્રણી રામુ ભરવાડ, ચિમન વસાવા,અજીત વસાવા સહિત દસ સામે પોલીસ ફરિયાદ
  • લાલ કોલોનીમાં ગત મોડી રાત્રે હુમલો કરી વાહનોની તોડફોડ

અંકલેશ્વર તાલુકાની ૧૪ જેટલી ગ્રામપંચાયતોની ચૂંટણી માટે આજે રવિવારે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભારે ગરમા ગરમ થઈ ગયેલા ગ્રામ્ય રાજકારણ વચ્ચે મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યુ હતું. અંકલેશ્વર તાલુકાની કોસમડી ગ્રામપંચાયતને લઈ રાજકીય વાતાવરણ પહેલાંથીજ ગરમાયું હતું ત્યાં મતદાન પ્રક્રિયાની પુર્વે શનિવારની મોડી રાત્રીના સાડા અગ્યાર વાગ્યાના સુમારે કહેવાતા સભ્યને ધમકી આપવાના મામલે બંન્ને પેનલના ઉમેદવારો અને ટેકેદારો કોસમડીગામે આવેલી લાલ કોલોનીમાં સામ સામે આવી જતા મામલો તંગ બની ગયો હતો. એક પેનલના ઉશ્કેરાયેલા ટેકેદારોએ અન્ય પેનલના અને ભાજપના તાલુકા મહામંત્રી હરેશ પટેલ (માસ્ટર), શૈલેષ વસાવા, જયેશ વસાવા અને રમેશ વસાવા પર હિચકારો હુમલો કરી તેમને માર મારી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.

આ ઘટના બાદ કોસમડી અન્ય કેટલાંક વિસ્તારોમાં પણ છમકલાંઓ થયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહયું છે. બનાવ અંગેની ફરિયાદ હરેશ પટેલે (માસ્ટર) તાલુકા પંચાયતના વિપક્ષી નેતા ચિમન વસાવા, તેમના પુત્ર અને સરપંચના ઉમેદવાર અજીત વસાવા, સુખદેવ વસાવા, કાંતિ વસાવા, જયંતિ વસાવા, મંગાભાઈ વસાવા, વિષ્ણું વસાવા, ભરત વસાવા, જશુ ઈશ્વરભાઈ પટેલ તથા રામુભાઈ ભરવાડ વિરૂધ્ધ અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ કરતા પોલીસે ગૂનો દાખલ કરી તમામની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.

 આ ઘટનાના ભાગરૂપે અજીત વસાવા, રામુભાઈ ભરવાડ દ્વારા પણ સામેની પેનલના ટેકેદારો અને અગ્રણીઓ દ્વારા તેમના સભ્યો પર હુમલા કરવામાં આવ્યા હોવાની અરજી પોલીસ મથકે કરી હોવાની પણ માહિતી પોલીસ સૂત્રોમાંથી મળી રહી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com