૧૮૮૯ લક્કડિયો પુલ સાબરમતીમાં આવેલા પૂરમાં તણાતાં આ વર્ષે નવો એલિસબ્રિજ બાંધવામાં આવ્યો.
શહેરના કોટ વિસ્તારમાં ટ્રાફિકથી ગીચ વિસ્તાર ગણાતા ત્રણ દરવાજાથી માણેકચોક જતાં ગાંધી રોડની સામે પૂર્વ દિશામાં માત્ર ૧૫ ડગલાં ચાલતાં જ પરમશાંતિનો અનુભવ થાય એવી જગ્યા એટલે જામા મસ્જિદ. અમદાવાદમાં ગાંધી રોડ પર આવેલી જામા મસ્જિદ ભારતની સૌથી સુંદર મસ્જિદો પૈકી એક છે. અમદાવાદ શહેર સ્થાપનાર બાદશાહ અહેમદ શાહે ઇ.સ. ૧૪૨૩માં પીળા રેતિયા પથ્થરોનો ઉપયોગ કરી જામા મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું.
જામા મસ્જિદમાં હિન્દુ અને જૈન મંદિરની સ્થાપત્ય શૈલીનો પ્રભાવ જોવા મળે છે. આ અંગે માનવામાં આવે છે કે આ મસ્જિદનાં નિર્માણમાં હિન્દુ અને જૈન મંદિરોના અવશેષોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અનેક વિદેશી સ્થાપત્યવિદો માને છે કે અમદાવાદમાં આવેલા ઇસ્લામિક શૈલીનાં સ્થાપત્યો માત્ર કમાનાકાર દરવાજા અને મિનારાને કારણે જ ઇસ્લામિક સ્થાપત્ય હોવાનું કહી શકાય, બાકી તેની કોતરણીમાં ઉપયોગમાં લીધેલા પ્રતીકો, ચિહ્નો સ્પષ્ટપણે હિન્દુ સ્થાપત્ય શૈલીના છે. જામા મસ્જિદ ૭૫ મીટર લાંબું અને ૬૬ મીટર પહોળું પરિસર ધરાવે છે. પરિસરની મધ્યમાં વિશાળ હોજ છે. ઇબાદતખાનું પૂર્વદિશામાં છે અને લંબચોરસ છે. તેની ઉપર ચાર ઘુમ્મટ છે. તેની છત પર જૈન શૈલીનાં કમળો કોતરેલા છે, જ્યારે થાંભલાઓ પર સાંકળમાં લટકાવેલા ઘંટની કોતરણી જોવા મળે છે, જે હિન્દુ સ્થાપત્યશૈલીની વિશેષતા દર્શાવે છે.
જામા મસ્જિદ ૧૪૨૩
અમદાવાદમાં આવેલી મસ્જિદો જેવી સ્થાપત્ય ખૂબી દેશની અન્ય કોઈ મસ્જિદોમાં જોવા મળતી નથી.
જામા મસ્જિદ ૨૬૦ પિલ્લર પર રચાઈ છે, જેનાં કારણે ગમે તેવી વિષમ આફત અને વાતાવરણની તેનાં પર ઓછી અસર થાય છે.
'સંદેશ' ૧૨થી ૧૮ એપ્રિલ દરમિયાન હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે. આ નિમિત્તે 'ઐતિહાસિક સ્મારક ઓળખો' સ્પર્ધાનું આયોજન છે. વિજેતાને ઈનામથી નવાજાશે