નવી દિલ્હી 16, એપ્રિલ
કાયદા મંત્રી સલમાન ખુરશીદે શિક્ષાના અધિકાર કાયદા પર સુપ્રીમ કોર્ટના નિર્ણયો પર સવાલો ઉભા કરી દીધા છે. સલમાનના જણાવ્યા અનુસાર આ નિર્ણય અલ્પસંખ્યકોના અધિકારમાં હસ્તક્ષેપ કરે છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસિક નિર્ણયમાં આવા અલ્પસંખ્યક શાળાઓમાં પણ ગરીબ બાળકોનો આરક્ષણ આપવાનો નિર્દેશ આપ્યો છે જેમાં સરકાર પાસેથી મદદ મળે છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે તમામ પ્રાઇવેટ શાળાઓને 25 ટકા સીટો ગરીબ બાળકો માટે આરક્ષિત કરવી પડશે. જો કે અલ્પસંખ્યક શાળાઓને આ કાયદામાંથી બહાર રાખવામાં આવ્યા છે, પરંતુ આવી અલ્પસંખ્યક શાળાઓ જેને સરકાર પાસેથી આર્થિક મદદ મળે છે તેઓને આરક્ષણનું પાલન કરવું પડશે.
કાયદા મંત્રી સલમાન ખુરશીદે જણાવ્યું કે આ નિર્ણય અલ્પસંખ્યકોના અધિકારમાં હસ્તક્ષેપ કરે છે. તેઓના જણાવ્યા અનુસાર ડિસેંન્ટિંગ જ્જને સમજાવ્યું પરંતુ મેજ્યોરિટી જ્જ તે સમજી શક્યા નહતા.
સંવિધાનના જણાવ્યા અનુસાર લઘુમતિ સમુદાયને પોતાની ઇચ્છાથી શિક્ષણ સંસ્થાન સ્થાપિત કરવા અને ચલાવવાનો અધિકાર છે. આ સંસ્થાઓમાં તેઓ પોતાની મરજીથી સીટો આરક્ષિત કરી શકે છે. લઘુમતિ સંસ્થાઓમાં સરકારનો કોઇ હસ્તક્ષેપ ન હોઇ શકે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર લઘુમતિ સંસ્થાઓમાં તે સમુદાય માટે લગભગ 50 ટકા સીટો પહેલેથી જ આરક્ષિત હોય છે. સાથે સાથે મહિલાઓ અને વિકલાંગો માટે અલગ કોટા હોય છે. એવામાં ગરીબ બાળકોને 25 ટકા આરક્ષણ આપવાના દાખલાનું સંતુલન બગડી જાય છે.
કાયદા મંત્રીના જણાવ્યા અનુસાર શાળાઓની પાસે સરકારી મદદ સાથે કોઇ લેવાદેવા નથી. સુપ્રીમ કોર્ટના અનેક નિર્ણય હોય છે જે જણાવે છે કે સરકાર પાસેથી મદદ લેવાનો અર્થ તેમાં હસ્તક્ષેપ નથી. તેઓએ કહ્યું કે જો જરૂર પડશે તો અમે કોર્ટ સાથે વાત કરીશું.
કાયદા મંત્રી આ તરફ ઇશારાઓ કરી રહ્યા છે કે સરકારને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પુર્નવિચાર અરજી દાખલ કરવી જોઇએ, પરંતુ તેમાં પહેલ માનવ સંસાધન મંત્રાલયને જ કરાવવી જ હશે અને કપિલ સિબ્બલની સલાહ સલમાન ખુરશીદથી અલગ છે.