Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 07:48:53 AM IST
 

આતંકવાદ, વામ ઉગ્રવાદ, ધાર્મિક કટ્ટરતા ગંભીર પડકાર : PM

Apr 16, 2012 National
 
Tags:   National Counter Terrorism Centre Nitish Kumar Naveen Patnaik Mamata Banerjee Jayalalithaa The Standing Council Manmohan Singh P Chidambaram R K Singh comment     E-Mail     Print    
 
Viewed: 1251
Rate: 4.0
Rating:
Read in English
Bookmark The Article

નવી દિલ્હી 16, એપ્રિલ

આતંકવાદ, વામપંથી ઉગ્રવાદ, ધાર્મિક કટ્ટરતા અને જાતિય હિંસાને દેશની આતંરિક સુરક્ષા માટે પડકાર ગણાવતા પ્રધાનમંત્રી મનમોહનસિંહે આજે આતંરિક સુરક્ષા બેઠકમાં જણાવ્યું કે આ પડકારોનો ઉકેલ કડક પરંતુ સંવેદનશીલતાથી અને સતત સતર્ક રહીને લાવવો પડશે.

પ્રધાનમંત્રીએ અહીં આતંરિક સુરક્ષા પર રાજ્યોના મુખ્યમંત્રીઓના સમારંભનું ઉદ્ધાટન કરતા કહ્યું કે આતંરિક સુરક્ષા પરિસ્થિતિ કુલ મળીને સંતોષજનક છે, પરંતુ તેને વધારે કરવાની જરૂર છે. આતંરિક સુરક્ષા માટે ગંભીર પડકારો બની ગઇ છે. આતંકવાદ, વામપંથી ઉગ્રવાદ, ધાર્મિક કટ્ટરતા અને જાતીય હિંસાના જોખમ આપણા દેશમાં પ્રવર્તમાન છે.

તેઓએ જણાવ્યું કે આપણે પોતાના તરફથી આ આ પડકારો પ્રત્યે સતત સતર્ક રહેવું પડશે. આ પડકારો સામે લડવાની આવશ્યકતા છે, પરંતુ સંપુર્ણ સંવેદનશીલતાની સાથે.

સિંહમાં વામપંથી ઉગ્રવાદનું ઉદાહરણ આપતા કહ્યું કે જ્યાં સુધી માઓવાદીઓની હિંસામાં માર્યા ગયેલા લોકોનો સવાલ છે, 2011ની પરિસ્થિતિ 2010ની તુલનામાં વધુ સારી છે. બંને પ્રકારથી પ્રભાવિત ક્ષેત્રોની જનતાને આપણી વિકાસ કરી રહેલી અર્થવ્યવસ્થા અને સમાજમાં સામેલ કરીને અને તેઓને સુરક્ષા આપીને આપણે હજુ લાંબી મજલ કાપવાની છે.

તેઓએ કહ્યું કે આતંરિક સુરક્ષાના અન્ય મામલાઓ માફક જ અમે આતંકવાદના પડકારનો મુકાબલો કરવા માટે પણ મળીને તેમજ સમન્વિત પ્રયાસ કરવાની આવશ્યકતા છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com