મુંબઈ 16, એપ્રિલ
ટ્વીટર પોતાની તસવીરો અને વીડિયો દ્રારા પોતાનાં ચાહકોને ઘેલાં કરનારી કિંગફિશરની મોડેલ પૂનમ પાંડે હવે ઓન સ્ક્રિન પર પોતાના શરીરનુમં પ્રદર્શન કરવા માંગે છે.
પૂનમ પાંડે પર ફિલ્મ બનાવવા માટે અને બોલ્ડ સીન આપવા માટે પૂનમને એક પ્રોડકશન કંપનીએ પોતાની ફિલ્મ માટે સાઈન કરી છે. આ ફિલ્મનો પ્રથમ લુક એપ્રિલનાં અંત સુધીમાં રિલીઝ કરવામાં આવશે. પ્રોડકશન હાઉસનાં પ્રતિનિધિ આદિત્ય ભાટિયાએ પૂનમને સાઈન કરવાની વાત પર હા પાડી હતી અને તેમણે અધિકારીક ઘોષણા કરવાની પણ જાહેરાત કરી હતી.
સૂત્રોનાં જણાવ્યાં અનુસાર આ ફિલ્મ પૂનમ પાંડે પર આધારિત છે, જો કે પ્રોડકશન હાઉસે આ વાત માનવાથી ઈનકાર કર્યો હતો. આ ફિલ્મમાં પૂનમનાં અન્ય પાસાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે.
આ બાબતે પૂનમે જણાવ્યું હતું કે હવે લોકો મને એક નવી ઈમેજમાં જોશે. બોલ્ડ સીન ફિલ્મની જરૂરિયાત છે અને હું ફિલ્મમાં છું તો બોલ્ડ સીન તો હોવાના જ. અત્યાર સુધી લોકોએ મને માત્ર પાંચ ટકા જ જોઈ છે, અને ફિલ્મ દ્રારા લોકો મને સંપૂર્ણ ઓળખશે.