મુંબઈ 16, એપ્રિલ
સુપરસ્ટાર શાહરૂખ ખાને રવિવારે જણાવ્યું હતુ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં તેને 21 વર્ષ પૂરાં થઈ ગયાં છે, જો કે તેના માટે તેણે દેશનાં ચાહકોને શ્રેય આપ્યો હતો.
તાજેતરમાં જ યેલ યુનિવર્સિટી દ્રારા સન્માનિત શાહરૂખે વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે આપણો દેશ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. ઘણાં લોકો મને પસંદ કરે છે, જેનાં કારણે મને એવા અવસર મળ્યાં છે, જેનાં માટે હું લાયક નથી.
ખાને પ્રયાગ ફિલ્મસીટીનાં ઉદ્દઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, "હું એક મધ્યમવર્ગી પરિવારમાંથી આવું છુ અને છેલ્લાં 30 વર્ષથી રોજનાં 18 થી 20 કલાક કામ કરું છું. હું માત્ર એક કલાકાર છું અને અભિનયમાં પણ કંઈક અલગ કરવા માંગુ છું. મારામાં રમત અને ફિલ્મ બનાવવા માટેની ધગશ છે. જે અંતર્ગત મારી પાસે પોતાની પ્રોડકશન કંપની અને ક્રિકેટ ફ્રેન્ચાઈઝી પણ છે."