નવી દિલ્હી 16, એપ્રિલ
સોમવારે માર્ચ મહિનાના મોંઘવારીના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા જે અનુસાર માર્ચમાં મોંઘવારી દર 6.89 ટકા રહ્યો હતો. ફેબ્રુઆરીમાં મોંઘવારી દર 6.95 ટકા રહ્યો હતો જ્યારે માર્ચમાં તેમાં માત્ર 6 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.
માર્ચમાં પ્રાઇમરી આર્ટિકલ્સ અને ખાદ્ય મોંઘવારીમાં વધારો થયો છે. પરંતુ માર્ચમાં મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ અને ફ્યુઅલના મોંઘવારી દરોમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. પ્રાઇમરી આર્ટિકલ્સનો મોંઘવારી દર વધીને 9. 62 ટકા થઇ ગયો છે જ્યારે ફેબ્રુઆરીમાં પ્રાઇમરી આર્ટિકલ્સનો મોંઘવારી દર 6.28 ટકા રહ્યો હતો.