મુંબઈ 16, એપ્રિલ
એથલીટથી ચંબલનાં ડાકૂ પર આધારિત ફિલ્મ 'પાન સિંહ તોમર' માં પોતાના શાનદાર અભિનયનો પરિચય કરાવનાર અભિનેતા ઈરફાન ખાનનું સપનું છે કે તે હોકીનાં ખિલાડી ધ્યાનચંદનો રોલ કરે, તેવું તેમણે મીડિયાને જણાવ્યું હતું.
જો કે આ રોલ કરવા માટે તેમની ઉંમર વધી ગઈ છે, પરંતુ તેમ છતાં જો આ રોલ તેમને કરવા મળશે તો તે તેમના માટે ગર્વની વાત સાબિત થશે. ધ્યાનચંદનાં જેવો કોઈ ખિલાડી તેમણે જોયો નથી. ધ્યાનચંદ પોતે જ હોકીનું એક પુસ્તક છે.
ઉલ્લેખનીય છે કે મેજર ધ્યાનચંદ 3 ઓલિમ્પિક (1928, 1932,1936) માં ગોલ્ડ મેડલ મળેલ છે. તે સમયે હોકીની જીત માટે માત્ર ભારત જ દાવેદાર ગણાતું હતું. જો કે અગાઉ શાહરૂખ ખાને પણ ધ્યાનચંદનાં રોલ માટેની ઈચ્છા રજૂ કરી હતી.
ઈરફાને કહ્યું હતું કે આજકાલ પબ્લિકને મસાલા ફિલ્મો જોવી પસંદ નથી, તેમને રિઅલ લાઈફ પર બનેલ ફિલ્મો જોવી ગમે છે. આ વાતને નિર્માતાઓ પણ સમજી ગયાં છે. હાલમાં તે હોલિવૂડની ફિલ્મ 'ધ અમેજિંગ સ્પાઈડર મેન' રિલીઝ થવાની તૈયારીમાં છે.