મુંબઇ 16, એપ્રિલ
પ્રોડ્યુસર કરણ કક્કડની હત્યાનો કોયડો ઉકેલાઇ ગયો છે. મુંબઇ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર મોડલ સિમરન સૂદે કરણ કક્કડની હત્યાના આરોપોની કબૂલાત કરી લીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સિમરન સૂદે પૂછપરછમાં સ્વીકાર કર્યો છે કે કરણ કક્કડની હત્યા કરીને તેની લાશના અનેક ટૂકડાઓ કરી દીધા હતા. કરણની હત્યા મામલે સિમરન સૂદની સાથે વિજય પલાંડે પણ સામેલ હતો. તો પલાંડેએ પણ પૂછપરછમાં પોતાના ગૂનાની કબૂલાત કરી લીધી છે.
સિમરન સૂદ અને વિજય પલાંડેના કબૂલાતનામા બાદ મુંબઇ પોલીસની સાત ટીમ બનાવવામાં આવી છે. આ ટીમોને પૂણે ગોવા હાઇવેના આસપાસના જંગલોમાં કરણ કક્કડની લાશના ટૂકડાઓ શોધવાની જવાબદારી આપવામાં આવી છે. આ ટીમે છેલ્લા બે દિવસથી લાશની ટૂકડાઓને શોધવામાં લાગ્યા છે.
પોલીસ સૂત્રોએ દાવો કર્યો છે કે સિમરન અને વિજય પલાંડેની નજર કરણ કક્કડની બીએમડબલ્યુ કાર અને 12 લાખથી વધુ તેના ઘરેણા પણ હતી. 5 માર્ચથી લાપતા થતા પહેલા કરણ કક્કડને એક એસએમએસ કર્યો હતો. આ એસએમએસમાં તેણે જણાવ્યું હતું કે તે સિમરન અને પલાંડેની મદદથી એક ફાઇનાન્સરને મળવા જઇ રહ્યો છે. કરણને આશા હતી કે તે ફાઇનાન્સર તેને પ્રોડક્શન હાઉસ ચલાવવા માટે મદદ કરશે.
અત્યાર સુધી મળી રહેલી ખબરો અને પોલીસના દાવાઓથી સ્પષ્ટ કર્યું છે કે સિમરને પોતાના રૂપનો ઉપયોગ દૌલત કમાવવા માટે કર્યો અને તેથી તે આ હત્યાના કાવતરાંમાં સામેલ થઇ ગઇ હતી. આરોપ છે કે સિમરનનું કામ લોકોને પોતાની જાળમાં ફસાવવાનું હતું. ત્યારબાદ મનોજ તેને પોતાનો શિકાર બનાવતો હતો. પોલીસ પાંચ દિવસથી સિમરન સૂદ અને મનોજ પલાંડેની પૂછપરછ કરી રહી હતી.