મુંબઈ 17, એપ્રિલ
અભિનેતા થી પ્રોડ્યૂસર બનેલ જોન અબ્રાહમની ફિલ્મ 'વિકી ડોનર' આ મહિને રિલીઝ થવાની છે. આ ફિલ્મ અને સ્પર્મની બાબતમાં તે શરૂઆતથી બોલતો આવ્યો છે, અને હવે તે પોતે સ્પર્મ ડોનેટ કરવાની વાત કરી રહ્યો છે. એટલું જ નહીં જોનની એક મહિલા ફેને જોનની પાસે સાચે ડ સ્પર્મની માંગણી કરી છે, જેનાથી તે માતા બની શકે.
સૂત્રોનાં જણાવ્યાં અનુસાર જોન અબ્રાહમને એક પરિણીત મહિલાએ સ્પર્મ ડોનેટ કરવાની માંગણી કરી છે, જે માતા બની શકતી નથી. તેના માટે આર્ટિફિશિયલ ઈન્સેમિનેશન જ એક માત્ર રસ્તો છે. જો કે મહિલા કહે છે કે તે જોન સિવાય કોઈનાં સ્પર્મ લેવા તૈયાર નથી.જો કે હવે જોવાનું તો એ છો કે જોન પોતાનો વાયદો પૂરો કરે છે કે નહીં.