ટેરો કોસ્મોસ -નંદિની પટેલ
મેષ (Aries) માર્ચ ૨૧થી એપ્રિલ ૨૦ (ફાઇવ ઓફ કપ્સ)
શાંતચિત્તે વ્યૂહ બનાવો કે તમારા પક્ષે કંઈ ગુમાવવું ન પડે. નાણાંના મામલે જતું કરવું પડે. એકસાથે ઘણાં બધાં કામમાં ઝંપલાવવાનું થાય. યુવકો ખૂબ સારી રીતે બીજાઓના સહકારથી કામને અંજામ આપે.
વૃષભ (Taurus) એપ્રિલ ૨૦થી મે ૨૧(એસ ઓફ કપ્સ)
પ્રવાહને બદલવાની કોશિશ ન કરો. બધાં જ કામ હું કરું એવો આગ્રહ ન રાખો. કામની વહેંચણી કરો. નાણાં ચારે તરફ રોકાઈ ગયાં હોય તેવું મહેસૂસ કરો. ધીરજ રાખી આગળ વધાય. યુવકો ઉતાવળનો ભોગ બને. બોલવા ચાલવામાં સંભાળવું. દેવીકવચથી ફાયદો.
મિથુન (Gemini) મે ૨૧થી જૂન ૨૨ (થ્રી ઓફ વોન્ડ્સ)
મુસાફરી થાય. કામનો બોજ વધે. તબિયત સાચવવી. કોઈના ગુસ્સા યા નારાજગીનો ભોગ બનવું પડે. યુવકો પોતાના મુત્સદી સ્વભાવથી બીજાઓને આકર્ષી શકે. બજરંગ બાણથી ફાયદો.
કર્ક (Cancer) જૂન ૨૨થી જુલાઇ ૨૩ (એઇટ ઓફ વોન્ડ્સ)
કામમાં વિલંબ થાય. મુસાફરી થાય. નાણાં રોકતા પહેલાં દસ વાર વિચારો, ક્યાંક કામ કઢાવવા માટે કશુંક ભોગ આપવો પડે. યુવકો પોતાના મનનું ન થવાથી વ્યાકુળ બને. શિવમહિમ્ન સ્તોત્રથી ફાયદો.
સિંહ (Leo) જુલાઇ ૨૩થી ઓગસ્ટ ૨૨ (ટેન ઓફ પેન્ટાકલ્સ)
રજાઓના મૂડમાં રહો. પ્રવાસ થાય, પણ તે દરમ્યાન પોતાની તથા ઘરની સુરક્ષાનું ધ્યાન રાખવું. યુવકો સુંદર સમયને માણે. પ્રેમની અનુભૂતી કરે. શનિ ચાલીસાથી લાભ.
કન્યા (Virgo) ઓગસ્ટ ૨૨થી સપ્ટેમ્બર ૨૨ (નાઇટ ઓફ સ્વોર્ડ)
દરેક કામમાં ઉતાવળ રહે. હોશિયારીપૂર્વક કામમાં ઝંપલાવો. કોર્ટકચેરીના મામલે ફાયદો. લોકોનો સાથ સહકાર મળે. યુવકો હળવાશના મૂડમાં રહે. નવા પ્રેમમાં ઝંપલાવે. શિવમંદિરમાં દાન આપવાથી લાભ.
તુલા (Libra) સપ્ટે. ૨૨થી ઓકટોબર ૨૩ (ટેન ઓફ વોન્ડ્સ)
કોઈ તમારી ઉપર આરોપ મૂકતું હોય તેવું લાગે. કામનો બોજ વધતો જણાય, પણ વળતર ન દેખાય. મુસાફરીની તક મળે. કોઈની મદદ મળે. યુવકો પોતાના જ્ઞાનના બઢાવા માટે આગેકૂચ કરે. ચંડીપાઠ કરવાથી લાભ.
વૃશ્ચિક (Scorpio) ઓકટો. ૨૩થી નવેમ્બર ૨૨ (એઇટ ઓફ સ્વોડ)
પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ ન મળે. બોલવા ચાલવા પર ધ્યાન રાખવું. કોઈ જ બાબતમાં ઉતાવળ ન કરો. બ્લડપ્રેશરના દર્દીઓએ સાચવવું. યુવકોને કોઈના હુકમનો ભોગ બનવું પડે. આઝાદી છીનવાતી લાગે. દત્તબાવનીથી ફાયદો.
ધન (Sagittarius) નવે. ૨૨થી ડિસેમ્બર ૨૨ (નાઇન ઓફ પેન્ટાકલ)
ધીરજનાં ફળ મીઠાં. મુસાફરી થાય. નવા ઘરમાં રહેવા જવાનું થાય. નાણાં લાભ દેખાય. કાર્યભાર વધે. યુવકો ખુશી મહેસૂસ કરે. પોતાના નવા વિચારોથી ફાયદામાં રહો. ગણપતિ આરાધનથી લાભ.
મકર (Capricorn) ડિસે. ૨૨થી જાન્યુઆરી ૨૧(ધ લવર્સ)
સુંદર લાગણીઓ અનુભવો. પાર્ટનરશિપ કરાય. ધનલાભ દેખાય. ઘરમાં શુભ સમાચાર મળે. યુવકો કામનું પૂરેપૂરું વળતર મેળવે. વિષ્ણુસહસ્ત્રથી લાભ.
કુંભ (Aquarius) જાન્યુ. ૨૧થી ફેબ્રુઆરી ૧૯ (ધ એમ્પેરર)
કામમાં નવું સાહસ થાય. મુસાફરી આવે. લાગણીઓ પર કાબૂ રાખવો. ગુસ્સે ન થવું. યુવકો સાથ સહકારથી કામ કરે. લાગણીઓના સંબંધમાં ફાયદો. આદિત્યહૃદય સ્તોત્રથી લાભ.
મીન (Pisces) ફેબ્રુઆરી ૧૯થી માર્ચ ૨૧ (સેવન ઓફ કપ્સ)
બીજાઓ સાથે મનમેળ બેસતા વાર લાગે. ઉઘરાણીમાં ઉતાવળ ન રાખવી. તબિયત સાચવવી. યુવકોએ જે તે વિષયનું પૂરેપૂરુ જ્ઞાન મેળવી લેવું, નહીં તો કામ અટકતાં જણાય. હનુમાન ચાલીસાથી ફાયદો.
nandinipatel7 @yahoo.com