ઉજ્જૈન, તા. 18
હિંદુ ધર્મમાં મંત્રોનું ખાસ મહત્વ છે. મંત્ર એક પ્રકારથી વિચાર છે, જેના જપથી કે વારંવાર સ્મરણ કરવાથી મન પ્રગતિશીલ થઈને પોતાના લક્ષ્ય પર કેન્દ્રિત થાય છે. મંત્રનો શાબ્દિક અર્થ છે મન પર નિયંત્રણ કરવું. હૃદય અને મનમાં સામંજસ્ય બેસાડીને ધ્યાન મગ્ન થઈને ચિંતન અને મનન કરવું સમાજના પ્રબુદ્ધ વર્ગના મન અને દિમાગમાં એક શંકા હંમેશા મંત્ર શક્તિનો મનુષ્ય પર અસર વિષયમાં હંમેશાં ભ્રમ પેદા કરતી હોય છે.
મંત્રનો વૈજ્ઞાનિક આધાર શું પ્રભાવ પડતો હોય છે. મંત્ર શકિત રૂઢિવાદ કે અંધવિશ્વાસ નથી. બલ્કે ધ્વનિની અનંત તરંગોનું સુખ, શાન્તિ, સમૃદ્ધિ, આરોગ્યતા અને સંપન્નતા વગેરે ઉત્તપન્ન કરનાર એક સંપૂર્ણ વિજ્ઞાન છે. મંત્ર જાપથી ઉત્તપન્ન થનાર તરંગોથી વાતાવરણમાં કંપન્ન પેદા થાય છે. જે વ્યાપક વિસ્તારને સંચાર કરે છે. કંપનોની વિશેષતા અને પ્રકાર પર સંપૂર્ણ ગ્રંથિની રચના કરાઈ શકે છે. આ ધ્વનિની જેટલી તીવ્ર ગતિથી વાતાવરણમાં કંપન પેદા થાય છે. આ કંપન એક ખાસ પ્રકારની સકારાત્મક ઊર્જામાં રૂપાંતરિત થઈ જાય છે, જે પોતાના છેલ્લા ચરણો સુધી કંપન્નના પ્રભાવને યથાવત્ રાખે છે.
પ્રત્યેક મંત્રોમાં અનેક શબ્દ અને સ્વર હોય છે આ શબ્દોના કંપન, મન અને શરીર પર ખાસ સકારાત્મ અસર કરતા હોય છે. જેનાથી માનસિરક અને શારીરિક શક્તિમાં દ્રઢતા પ્રદાન થાય છે. સ્વર વધુ લયબદ્ધ થઈને મંત્રોચ્ચારથી સફળ હેતુ પાર પાડી શકાય છે. આ અલગ-અલગ ધ્વનિ તરંગોના પ્રભાવથી અદભુત ફલ પ્રદાન કરે છે. મંત્ર જપ હંમેશાં શુદ્ધ વાતાવરણ, શુદ્ધ આચરણ, સાત્વિક આહાર, લયબદ્ધ તથા આરોહ-અવરોહની સાથે કરવાથી વિધિની જાણકારીથી મંત્ર જાપથી અનેકાનેક લાભ મળતા હોય છે સાથે સિદ્ધિ તમારા ચરણોમાં આળોટવા લાગે છે.