Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 12:25:41 AM IST
 

ગ્રહોનો શુભ ભાવ મેળવવા રત્ન ધારણ કરવું જરૂરી

Apr 18, 2012 Supplements > Nakshatra
 
comment     E-Mail     Print    
 
Viewed: 8095
Rate: 2.1
Rating:
Bookmark The Article

કવર સ્ટોરી - જ્યોતિષાચાર્ય મનહરપ્રસાદ ભાવસાર

ગ્રહો સાથે સંબંધિત રત્નને અનુકૂળ ધાતુમાં ધારણ કરવું જોઈએ. જો જાતક રત્ન ધારણ કરી શકે તેમ ન હોય તો તે ઉપરત્ન અનુકૂળ ધાતુની સાથે ધારણ કરવું અથવા પીડાકારક ગ્રહના અનુકૂળ પ્રભાવ માટે વનસ્પતિ પ્રયોગ પણ લાભદાયી હોય છે

સૂર્ય
રત્નઃ માણેક.
ઉપરત્નઃ લાલ તામડા અને લાલ હકીક.
રતીઃ ત્રણથી પાંચ
ધાતુઃ સુવર્ણ અને તાંબું.
આંગળીઃ અનામિકા

દિવસઃ રવિવાર, સોમવાર અને ગુરુવાર.

દેવતાઃ ભગવાન વિષ્ણુ.

ગ્રહશાંતિમાં ઉપયોગી વનસ્પતિઃ બેલનું મૂળ.

ચંદ્ર
રત્નઃ મોતી.

ઉપરત્નઃ શંખ, પરવાળું અને દૂધિયો હકીક.

રતીઃ બે, ચાર, છ અને અગિયાર

ધાતુઃ ચાંદી.
આંગળીઃ અનામિકા.
દિવસઃ સોમવાર.
દેવતાઃ માતા સરસ્વતી.

ગ્રહશાંતિમાં ઉપયોગી વનસ્પતિઃ ક્ષારિકાનું મૂળ.

મંગળ
રત્નઃ મૂંગા (પરવાળું)
ઉપરત્નઃ ગારનેટ અને લાલ હકીક.

રતીઃ છ, આઠ, દસ અને બાર.

ધાતુઃ સોનું અથવા તાંબું.
આંગળીઃ અનામિકા.
દિવસઃ મંગળવાર.
દેવતાઃ હનુમાન.

ગ્રહશાંતિમાં ઉપયોગી વનસ્પતિઃ અનંતનું મૂળ.

બુધ
રત્નઃ પન્ના.

ઉપરત્નઃ ફિરોજા, મરગજ અને ઓનેકસ.

રતીઃ ત્રણ, પાંચ અથવા છ.

ધાતુઃ સુવર્ણ અથવા કાંસું.
આંગળીઃ કનિષ્ઠિકા.
દિવસઃ બુધવાર.
દેવતાઃ ભગવાન વિષ્ણુ.

ગ્રહશાંતિમાં ઉપયોગી વનસ્પતિઃ વિદારીનું મૂળ.

ગુરુ
રત્નઃ પોખરાજ.
ઉપરત્નઃ સુનૈલા અને પીળો જિરકન.
રતીઃ પાંચ અથવા છ.
ધાતુઃ સુવર્ણ.
આંગળીઃ તર્જની.
દિવસઃ ગુરુવાર.
દેવતાઃ બ્રહ્માજી.

ગ્રહશાંતિમાં ઉપયોગી વનસ્પતિઃ ભારંગી (મનેડી) મૂળ.

શુક્ર
રત્નઃ હીરો.

ઉપરત્નઃ સફેદ હકીક, સ્ફટિક અને ઓપલ.

રતીઃ ત્રણ અને પાંચ.
ધાતુઃ પ્લેટિનમ અથવા ચાંદી.
આંગળીઃ મધ્યમા અથવા કનિષ્ઠિકા.
દિવસઃ શુક્રવાર.
દેવીઃ માતા દુર્ગા.

ગ્રહશાંતિમાં ઉપયોગી વનસ્પતિઃ ગુમા મજીઠનું મૂળ.

શનિ
રત્નઃ નીલમ.
ઉપરત્નઃ નીલો જિરકન અને કટૈલા.

રતીઃ પાંચ, છ, નવ અને દસ.

ધાતુઃ લોખંડ અને પંચધાતુ.
આંગળીઃ મધ્યમા.
દિવસઃ શનિવાર.
દેવતાઃ ભગવાન શિવ અને ભૈરવ.

ગ્રહશાંતિમાં ઉપયોગી વનસ્પતિઃ શશીનું મૂળ.

રાહુ
રત્નઃ ગોમેદ.
ઉપરત્નઃ ગોમેદ રંગનો હકીક.
ધાતુઃ અષ્ટ ધાતુ અને ચાંદી.
આંગળીઃ મધ્યમા.
રતીઃ સાત અથવા નવ.
દિવસઃ બુધવાર

દેવતાઃ દેવાધિદેવ, કાળ અને પ્રત્યધિ દેવતા સર્પ.

ગ્રહશાંતિમાં ઉપયોગી વનસ્પતિઃ શ્વેત ચંદનનું મૂળ.

કેતુ
રત્નઃ લસણિયો.

ઉપરત્નઃ કર્કતક, સ્પેનાક્ષ વૈદૂર્ય.

ધાતુઃ પંચધાતુ અને ચાંદી.
આંગળીઃ મધ્યમા.
રતીઃ સાત અને નવ.
દિવસઃ શનિવાર.
દેવતાઃ ચિત્રગુપ્ત અને ભગવાન બ્રહ્માજી.

ગ્રહશાંતિમાં ઉપયોગી વનસ્પતિઃ અશ્વગંધાનું મૂળ.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com