Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 04:44:34 PM IST
 

નેદ્રા અને કુંડીમાંથી ૫શુ ભરેલી ૧૭ ટ્રક ઝડપાઈ

Apr 19, 2012 Ahmedabad > Banaskantha-Patan
 
comment     E-Mail     Print    
 
Viewed: 199
Rate: 0
Rating:
Bookmark The Article

 સિદ્ધપુર, દાંતીવાડા, ધાનેરા, ૫।લનપુર, તા.૧૮

પાટણ-બનાસકાંઠા જિલ્લામાં પશુઓની ગેરકાયદે હેરાફેરીના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. પોલીસની રહેમનજર હેઠળ ચાલતા ગેરકાયદે હેરાફેરીના નેટવર્કને પરિણામે પોલીસની ફરજ ક્યારેક ગૌરક્ષકોને બજાવવી પડે છે. આજે સિદ્ધપુરના નેદ્રા પાસે ગૌ પ્રેમીઓએ ઠાંસી-ઠાંસી ભરેલા ૧૦૮ પશુ ભરેલી ૯ ટ્રક ઝડપીને ૯ને ઝડપી પાડયા હતા. બીજા કિસ્સામાં રાજસ્થાનથી ગુજરાત ધકેલાતા પશુઓ ભરેલ ૮ ટ્રક ધાનેરાના કુંડી ગામ પાસે ઝડપાઈ હતી અને ૯ વાહનચાલકો સાકે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત પાલનપુર હાઈવે પરથી પશુ ભરેલ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરવામાં આવી છે. અન્ય એક બનાવમાં લવાણા (ક) ગામની સીમમાં જીવદયા પ્રેમીઓએ બળદો ભરેલી એક ટ્રક રોકી તેમાંથી ૧૨ બળદોને નવજીવન અપાવ્યું છે.

  • બળદોને કતલખાને લઈ જવા સિદ્ધપુરનો હાઈવે મોકળો સાબિત થયો છેઃ ટ્રકોમાં ઠાસી-ઠાસીને ભરેલા નેદ્રામાંથી ૧૦૮
 
 કુંડીમાંથી પ૯ પશુ છોડાવાયાં પોલીસના આંખ મિચામણાં

સિદ્ધપુર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તેમજ તાલુકાના નેદ્રા ગામના પશુપ્રેમીઓ અને ગ્રામજનો દ્વારા બુધવારના રોજ સવારે કતલખાને જતી ૯ ટ્રકો પકડી પાડી તેમાંથી ૧૦૮ પશુઓના જીવ બચાવવાનુ ગ્રામજનો દ્વારા કરીને ૯ ટ્રકોને પોલીસના હવાલે કરી હતી. જોકે ઉત્તર ગુજરાતમાંથી છેલ્લા બે વર્ષમાં કતલખાને જતી ૩૦૩ ઉપરાંતના પશુ ભરેલી ટ્રકોને પશુપ્રેમીઓ દ્વારા જ પકડવામાં આવી છે. જ્યારે આ અંગે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખી કતલખાને જતાં પશુઓને બચાવવામાં આવે તેવી પશુ પ્રેમીઓની માંગ ઉઠવા પામી છે.

આ બનાવની હકીકત એવી છેકે, સિદ્ધપુરથી ખળી થઈને પાટણ જવાના માર્ગ પરથી ટ્રકોમાં ગેર કાયદેસર પશુઓ ભરીને કતલખાને લઈ જવાની પ્રવૃતિઓ આચરવામાં આવી હોવાની માહિતી સિદ્ધપુર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને મળતા તેમના દ્વારા સવારે ૯૦૦ વાગ્યે ખળી ચાર રસ્તાની બાજુમાં વોંચ ગોઠવી હતી.દરમ્યાન એક ટ્રક તાડપત્રીથી ઢાંકેલી શંકાસ્પદ હાલતમાં જણાતાં વિહિપના કાર્યકરોને શંકા જતાં તેમને ટ્રકને રોકીને તપાસ કરતા તેમાં અબોલ પશુઓ મળી આવ્યા હતા જ્યારે પશુઓ ભરવા અંગેની કોઈ પરમીશન ન હોવાથી સિદ્ધપુર પોલીસને જાણ કરતા તેની પાછળ આવી રહેલ અન્ય ૮ અન્ય ટ્રકોના ચાલકો મોકો જોઈને ગાડીઓ ભગાડી મુકી હતી. અને તેઓ પાટણ જવાના બદલે નેદ્રા ગામની અંદર ઘુસી ગયા હતા .ે પુરઝડપે ટ્રકો નિકળતા ગામના બે બાળકોેને અડફેટમા લેતા અકસ્માતના ભયથી ગ્રામજનો ફફડી ઉઠયા હતા . રોડ પર લાકડા વગેરે નાંખીને અવરોધ કરીને ટ્રકોને રોકી તેમાં તલાશી લેતાં આઠ જેટલી ટ્રકોમાં પરમિટ કરતાં વધુ સંખ્યામાં ઠાસી-ઠાસીને બળદ અને રેલ્લા ભરવામાં આવેલ હતા. જેથી નેદ્રા ગામના પશુપ્રેમીઓ અને ગ્રામજનોએ આ આઠેય ટ્રકોને પકડીને તેમાંથી ૧૦૮ બળદોના જીવ બચાવી ટ્રકોના ડ્રાઈવરો સહિતને પોલીસ હવાલે કરતાં નેદ્રા ગામના પ્રહલાદજી અભુજી ઠાકોરની ફરીયાદના આધારે પોલીસ આ અંગેની કાર્યવાહી હાથ ધરી છે.

પ૯ બળદોને ટેટોડા ગૌશાળામાં મોકલી અપાયા

આ બનાવ અંગે સિદ્ધપુર વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ગ્રામજનો અને પશુપ્રેમીઓ દ્વારા એવો આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો કે વારંવાર પશુ ભરીને કતલખાને લઈ જતાં વાહનો ઝડપાય છે અને દર વખતે પશુપ્રેમીઓ અને આમ જનતા દ્વારા જ આવી ટ્રકો પકડવામાં આવે છે. પોલીસ દ્વારા હાઈવે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી વોચ રાખવામાં આવે તો રોજના હજારો કતલખાને જતાં અબોલ પશુઓના જીવ બચાવી શકાય !

ધાનેરા તાલુકાના કુંડી ગામ પાસેથી ખીચોખીચ બળદ ભરેલી ૮ ટ્રકો પાંથાવાડા પોલીસે બાતમીના આધારે પકડી પાડી તેમાં રહેલ બળદોને ટેટોડા ગૌશાળામાં મોકલવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ખીચોખીચ બળદોની ભરેલી ટ્રકો આવતી હોવાની બાતમી પાંથાવાડા પોલીસને મળતા પાંથાવાડા પીએસઆઈ રાવળ, અગુજલ હુસેન તથા ઈકબાલભાઈએ ધાનેરા તાલુકા કુંડી ગામ નજીક વોચ ગોઠવી હતી ત્યારે ચોર રસ્તે આવતી ટ્રકોના ડ્રાઈવરોને પોલીસની ગંધ આવી જતા તેમણે ટ્રકોને કુંડી ગામમાં ઘુસાડી દીધી હતી ત્યારે ગામના જાગૃત લોકોએ હોબાળો કરી ગામમાં ઘુસેેલી ટ્રકોને રોકવા પ્રયત્નો કર્યા હતા. તેવા સમયે જ પાંથાવાડા પોલીસે ગામ નજીક પહોંચી ટ્રકો ઝડપી પાડી હતી. તપાસ કરતાં ૮ ટ્રકોમાં પાસ પરમીટ વગર ગેરકાયદેસર ખીચોખીચ ભરેલા ૫૯ બળદો મળી આવતા પોલીસે ૮ ટ્રકોને કબજે લઈ તેના ડ્રાઈવરોની ધરપકડ કરી હતી. જો કે પોલીસે ગેરકાયદેસર હેરાફેરી કરી ખીચોખીચ રીતે ભરેલા પશુ અંગેનો ગુનો નોંધી તમામ ૮ ટ્રકોમાં રહેલા ૫૯ બળદોને ઘાસચારા પાણી માટે ધાનેરા તાલુકાના ટેટોડા ગૌશાળામાં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ખળી અને નેદ્રા ગામેથી પકડાયેલા ઈસમો
ડઈવરનું નામ
પશુની સંખ્યા
પંચાલ સેંધાભાઈ ખેમજીભાઈ (રહે.ડીસા)
૧૨

કચરાજી અમથાજી ઠાકોર (રહે.વાધણા, તા.સિદ્ધપુર)

૧૨

રમેશભાઈ જયોતાભાઈ પરમાર(રહે.ખડીયાસણ, તા.સિદ્ધપુર)

૧૨

ઈમરાનભાઈ અબ્બાસભાઈ સલેર(રહે.સેદ્રાણા, તા.સિદ્ધપુર)

૧૨
માવજીભાઈ મોહનભાઈ પરમાર (રહે.વનાસણ,તા.સિદ્ધપુર)

   ૧૨

મહેબુબખાન મોહંમદખાન ખોખર (રહે.વરવાડા, તા.ઊંઝા)

૧૨

હારૂન રહીમભાઈ ચરોડીયા (રહે.ભીલવણ, તા.જી.પાટણ)

૧૨

નશરૂલ્લા અબ્દુલખાન પઠાણ (રહે.વાઘણા, તા.સિદ્ધપુર)

 ૧૨

ગોપાલભાઈ કરશૃજી ઠાકોર (રહે.વાગડોદ તા.જી. પાટણ)

૧૨
 
 
કુંડીમાંથી પકડાયેલા આરોપી
(૧) મોહમંદ યુનુસ અસેડીયા રહે. ભીલવાસ,તા.પાટણ
(૨) ભેમા ભુરા રબારી રહે. ચાણસ્મા તા. પાટણ
(૩) હરગોવન જીવા રબારી રહે. ચાણસ્મા તા. પાટણ
(૪) ઈલ્યાસ કાસમ ઘાંચી રહે. વિસનગર

(૫) દીવાનજી અનારજી ઠાકોર રહે. છાપરા તા. પાટણ

(૬) અમરાજી છગનજી પરમાર રહે. સિદ્ધપુર, તા.પાટણ

(૭) દશરથજી બળવંત ઠાકોર રહે. મહેસાણા

(૮) આરીફખાન કાસમ મોખરે રહે. વાઘણા તા. સિદ્ધપુર

 
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com