Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 03:46:35 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

સમરોલીની શાળામાં વાલીઓનો મોરચો

Apr 19, 2012 Surat > Valsad-Navsari-Ahwa
 
comment     E-Mail     Print    
 
Viewed: 397
Rate: 0
Rating:
Bookmark The Article

ચીખલી, તા. ૧૮

ચીખલી તાલુકાના સમરોલી ખાતે આવેલી ગુણાતિત ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના વિવિધ પ્રશ્નોના મારા સાથે બુધવારે વાલીઓએ સ્વામીનારાયણ સ્કૂલમાં જઇ સંસ્થા દ્વારા થતી ઉઘાડી લૂંટ સંદર્ભે તેમજ વિવિધ સમસ્યા સંદર્ભે સંસ્થાના ઘનશ્યામ સ્વામી તથા નિપૂણભાઇને ૨૦થી વધુ મુદ્દાઓની ઉગ્ર રજૂઆતો કરી હતી.

સમરોલી ખાતે આવેલી ગુણાતિત ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના કેટલાક પ્રશ્નો બાબતે ઘણા સમયથી વાલીઓમાં ગણગણાટ ઊભો થવા પામ્યો હતો.

  • સંચાલકોએ આગામી દિવસોમાં તમામ પ્રશ્નોના નિરાકરણની ખાત્રી આપી

બુધવારે સ્વામીનારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતા વાલીઓના પ્રતિનિધિ મંડળના સુનિલ પરમાર, ગિરીશ પટેલ, મિતેષ પટેલ, જયંતી પરમાર, નરેન્દ્ર પરમાર સહિતના મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ પહોંચી ગયા હતા. જ્યાં તેમણે સંચાલકોને શિક્ષણની ગુણવત્તા સુધારવા, નવા સત્રથી ફી બાકી હોય તો પરિણામ ન આપી વિદ્યાર્થીની કારકિર્દી સાથે ચેડાં થતા હોવાની રાવ, શિક્ષકોની ત્રણ ચાર માસમાં બદલી, સ્ટેશનરી ફી લેવા છતાં ગુણવત્તા વિહિન નોટબુકો આપવી, દૂધ સહિત ગુણવત્તાયુક્ત પૌષ્ટિક નાસ્તો ન આપવો, વર્ગ ખંડોમાં એસી ચાલુ ન રાખવા, શાળામાં એક પેઇજ લખાવી ચાર પેઇજનું લેશન આપી બાળકોને માનસિક ટેમ્પર કરવા, રમતનું મેદાન ન હોવા સાથે શાળાની બસ બપોર સુધી તડકામાં રખાતા વિદ્યાર્થીઓ ગરમીમાં હેરાન થતા હોવા ઉપરાંત ડ્રેસની કિંમતનું ૬૦% જેટલું ભાડું વસૂલવા બાબતે, ભોજનનું મેનુ નક્કી કરવા, શિક્ષકોની શૈક્ષણિક લાયકાત, આડેધડ ખર્ચાઓ બંધ કરવા ઉપરાંત વાલીઓને કોઇ પણ કાર્યક્રમમાં વિશ્વાસમાં લેવા સહિત અનેક પ્રશ્નો સંદર્ભે ઉગ્ર રજૂઆતો કરી હતી. વાલીઓનો ઉગ્ર મિજાજ પારખી ગયેલા સંચાલકોએ આગામી દિવસોમાં તમામ પ્રશ્નોના નિરાકરણની ખાત્રી આપી હતી.

વાલીઓએ રણનીતિ તૈયાર કરી હતી

સમરોલી ખાતે આવેલી ગુણાતીત ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના કેટલાક પ્રશ્નો બાબતે ઘણા સમયથી વાલીઓમાં ચર્ચાઓના દોર વચ્ચે સૌ પ્રથમ વાલીઓએ આર.ડી. શોપિંગ સેન્ટરમાં મિટિંગ કરી રણનીતિ તૈયાર કરી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી સંદર્ભના મુદ્દાઓની છણાવટ સાથે ચર્ચા બાદ સ્વામી ઘનશ્યામ તથા સંસ્થાના સંચાલકોને રજૂઆતો કરાઇ હતી. જેમાં શિક્ષકોની ત્રણચાર માસમાં બદલી, સ્ટેશનરી ફી લેવા છતાં ગુણવત્તાવિહિન નોટબુકો આપવી, દુધ સહિત ગુણવત્તાયુક્ પૌષ્ટિક નાસ્તો ન આપવો, વર્ગ ખંડોમાં એસી ચાલુ ન રાખવા, શાળામાં એક પેઇજ લખાવી ચાર પેઇજનું લેશન આપી બાળકોને માનસિક ટેમ્પર કરવા, રમતનું મેદાન સહિતના મુદ્દાઓ ચર્ચા માટે તૈયાર કરાયા હતા.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com