180X600.jpg
Feb 09,2016 12:59:25 PM IST
 

ફિલ્મ રિવ્યૂ: ચેન્નાઈ એક્સપ્રેસ

Aug 09, 2013 16:40 Entertainment >
 
Tags:   Movie Acting Deepika Padukone Gauri Khan Bollywood Shahrukh Khan comment     E-Mail     Print    
 
Viewed: 28132
Rate: 3.6
Rating:
Bookmark The Article

કલાકાર
શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ,  નિકતિન ધીર, પ્રિયમણી, મનોરમ્મા,કામિની કૌશલ

નિર્માતા
ગૌરી ખાન, કરીમ મોરાની, સિદ્ધાર્થ રોય કપૂર

નિર્દેશક
રોહિત શેટ્ટી

ગીત
અમિતાભ ભટ્ટાચાર્ય, હની સિંહ

સંગીત
વિશાલ-શેખર, હની સિંહ

મૂવી ટાઇપ
Romance

રેટિંગલગભગ દોઢ મહિનાના પ્રમોશન પછી દેશ-વિદેશમાં પહેલી વખત લગભગ ચાર હજાર સ્ક્રીન પર રિલીઝ થયેલી બોલીવુડ કિંગ ખાનની આ ફિલ્મના ટાઇટલે પહેલા જ સ્પષ્ટ કરી દીધુ કે, કંઇક નવુ જોવા માટે થિએટરોના સંપર્ક કરનારાઓને આ એક્સપ્રેસ ટ્રેનની સવારી કદાચ ના પણ ગમે. ઓમ શાંતિ ઓમના લગભગ 6 વર્ષ પછી દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની રોમેન્ટિક જોડીને જોવા માટે દર્શકોમાં પહેલાથી જ જબરજસ્ત ક્રેઝ હતો. બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં સુપરહિટ ફિલ્મો આપી ચુકેલા ડાયરેક્ટર રોહિત શેટ્ટીની લગભગ એંસી કરોડના બજેટમાં બનેલી આ એક્શન પેક્ડ રોમેન્ટિક લવ સ્ટોરીમાં તેમને તેમની અગાઉની સફળ રહેલી ફિલ્મોના કેટલાક મસાલાઓ ફરીથી પીરસ્યા છે.

શાહરુખ-દીપિકાની લીડ જોડીને કદાચ છોડી દઇએ તો ફિલ્મમાં વધુ પ્રમાણમાં કલાકાર સાઉથના છે.

કહાની

લગભગ 40 વર્ષનો થઇ ચુકેલો રાહુલ (શાહરૂખ ખાન) ના હજુ સુધી લગ્ન થયા નથી. રાહુલના લગ્ન ના કરવા પાછળનુ કારણ તેના દાદા (લેખ ટંડન) અને દાદી ( કામિની કૌશલ) ની સાથેના પ્રેમનુ છે. રાહુલ જ્યારે આઠ વર્ષનો હતો ત્યારે તેના માતા-પિતાના મૃત્યુ થાય છે. બાળપણથી જ રાહુલ દાદા-દાદી સાથે રહે છે. અચાનક એક દિવસ દાદાનુ મૃત્યુ થાય છે અને દાદાની અંતિમ ઇચ્છા એવી હોય છે કે, તેમની અસ્થિઓને રામેશ્વરમાં જઇને પધરાવે. રાહુલ તેના દાદાની આ અંતિમ ઇચ્છાને પુરી કરવા માટે મુંબઇથી ટ્રેનમાં ચેન્નાઇ જવા માટે નિકળે છે.

ચેન્નાઇ જનારી ટ્રેનમાં રાહુલની મુલાકાત મીના ઉર્ફે મીનામ્મા(દીપિકા પાદુકોણ) સાથે થાય છે. તે ટ્રેનથી મીનામ્મા તેના ગામ કોમ્બન જાય છે પરંતુ રાહુલને ખબર નથી કે મીનામ્માને તેના ગામ જબરન લઇ જાય છે. તે સફર દરમિયાન હાલત કંઇ એવી થાય છે કે, રાહુલને મીનામ્માની સાથે તેના ગામમાં જવુ પડે છે. ગામમાં મીનામ્માના પિતા દુર્ગેશ્વરા અજહાગુસુંદરમ (સથ્યરાજ)નો દબદબો હોય છે. માં વગરની મીનામ્મા તેના પિતાની નબળાઇ છે.

દુર્ગેશ્વરા તેના નજીકની ગામમાં રહેનારી તાંગાબલ્લી (નિકિતન ધીર)ની સાથે તેમની પુત્રીના લગ્ન કરવા માટે ઇચ્છે છે. તે સાથે જ રાહુલ અને મીનામ્મા એકબીજાને પ્રેમ કરવા લાગે છે પરંતુ તે બંન્નેના રીતિ-રિવાઝ, કલ્ચર અને ભાષા બધુ જ અલગ-અલગ છે. તે સિવાય તે બંન્ને હાર માનવા માટે તૈયાર નથી.

એક્ટિંગ

શાહરુખે પ્રથમ વખત આ ફિલ્મમાં એવા કેટલાક એક્શન સિન્સ કર્યા છે જેનાથી આજ સુધી તે બચી ગયો છે. રાહુલની ભુમિકા શાહરૂખ કેટલીય વખત નિભાવી ચૂક્યો છે તે તો કદાચ એને પણ ખબર નહિ હોય. ઇન્ટરવલ પહેલા શાહરૂખ તેની ભુમિકા સાથે ન્યાય નથી મેળવી શકતો. જો કે દીપિકાની ભુમિકા હટકે છે.

ડાયરેક્શન

જો કે આ ફિલ્મને રિલીઝ પહેલા પ્રમોશન દરમિયાન રોહિત શેટ્ટીને સ્ટાઇલ કહેવામાં આવતો હતો પરંતુ આ વખતે તેમની સ્ટાઇલ અગાઉની ફિલ્મો કરતા ઘણી નબળી છે.  સ્ક્રિપ્ટમાં તેમની આ વખતે પકડ પણ ઘણી નબળી છે.

સંગીત

'કાશ્મીર મૈ તૂ કન્યાકુમારી', ગીતનુ ફિલ્માંકન જોવા લાયક છે. આ ગીત પર નિર્માતાએ જેટલા પૈસા ખર્ચા છે તેટલા બજેટમાં કોઇ બીજી ફિલ્મ પણ બની જાય. વિશાલ-શેખરની જોડીનુ મ્યુઝિક પણ આ વખતે નબળુ સાબિત થયુ છે.
 
Share This
 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com