ન્યૂયોર્ક, તા. ૧૮
વિસ્ફોટમાં માર્યા ગયેલાં લોકોની વચ્ચે ૧૨ વર્ષીય તરાનાની આક્રંદ કરતી તસવીર અમેરિકી છાપાંમાં પ્રકાશિત થઈ હતી
ન્યૂયોર્કની કોલમ્બિયા યુનિર્વિસટીમાં આજે પત્રકારત્વના પ્રતિષ્ઠિત પુલિત્ઝર પ્રાઇઝનો ૯૬મો વાર્ષિક સમારંભ આયોજિત થયો હતો, જેમાં અફઘાનિસ્તામાં એક આત્મઘાતી હુમલામાં માર્યાં ગયેલાં લોકો અને લોહીનાં ખાબોચિયાં વચ્ચે આક્રંદ કરતી ૧૨ વર્ષીય તરાના અકબરીની તસવીરને પણ પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું છે. આ તસવીર છઠ્ઠી ડિસેમ્બરે અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ કરેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ વખતની છે.
ગયા વર્ષે 'ન્યૂયોર્ક ટાઇમ્સલ્લ, 'ધ વોશિંગ્ટન પોસ્ટલ્લ અને 'ધ લોસએન્જલસ ટાઇમ્સલ્લના સાતમી ડિસેમ્બરના અંકમાં પહેલા પાને પ્રકાશિત કરાયેલી આ તસવીર એજન્સી ફ્રાન્સ-પ્રેસ (એએફપી)ના ફોટોગ્રાફર મસૂદ હોસિનીએ લીધી હતી. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શિયા મુસ્લિમ લોકોનાં એક ધાર્મિક સ્થળે આયોજિત કાર્યક્રમ વખતે થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ૬૩ જણનાં મોત થયાં હતાં. મસુદ શિયાઓના કાર્યક્રમને કવર કરી રહ્યો હતો ત્યારે અચાનક જ વિસ્ફોટ થયો હતો. મસુદ કહે છે કે, જ્યારે તે ફોટો ખેંચી રહ્યો હતો ત્યારે ઘાયલ મહિલાઓએ તેની પાસે મદદ માગી હતી, પરંતુ તે મદદ કરી શક્યો નહોતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ અમેરિકાના જાણીતા મેગેઝિન 'ટાઇમલ્લએ પણ તેના કવરપેજ પર તાલિબાની કમાન્ડર દ્વારા આઇશાનાં નાક અને કાન કાપવામાં આવેલી તસવીર પ્રકાશિત કરી હતી. આઇશા અને તરાનાની તસવીરોમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓના મહિલાઓ પરની જોહુકમી અને જુલમને વિશ્વ સમક્ષ લાવવાનો ઇશારો કરાયો છે.
પુલિત્ઝર પ્રાઇઝનું સન્માન મેળવનારા દરેક વિજેતાને ૧૦,૦૦૦ ડોલરનું ઇનામ તથા ર્સિટફિકેટ આપવામાં આવ્યું હતું.
.jpg)