લે કર વાત
'ભટ્ટ કેમ્પ'ની ફિલ્લમ હોય અને એક્સપોઝના મામલે બઘડાટી ના બોલે એવું બને? કદી ના બને. 'હેટ સ્ટોરી'ના પોસ્ટરે બહાર પડતાંવેંત જ આમ તો ભારે હંગામો મચાવ્યો હતો. પોસ્ટરમાં ખુલ્લી પીઠ દેખાડતી પાઓલીને જોઈને શરમના શેરડા આવી જાય એવું છે એવી ચર્ચા વચ્ચે ફિલ્મ આજે રિલીઝ પણ થઈ જવાની છે, પણ બંગાળને પોતાના પ્રદેશની છોકરી આવી પીઠ દેખાડતી જોવી ગમી નથી, એટલે બંગાળ સેન્સરબોર્ડે પોસ્ટરમાં પાઓલીને કપડાં પહેરેલી દેખાડવાનો આગ્રહ રાખ્યો. અલબત્ત, 'હેટ સ્ટોરી'નું નવું પોસ્ટર પણ બહાર આવી ગયું. બોલો, આ તો થઈને બહુત નાઇન્સાફી! આખું ઇન્ડિયા જે પોસ્ટર જુએ એ બંગાળમાં નહીં દેખાય. બીજી રીતે જોઈએ તો આખા ઇન્ડિયાએ પોસ્ટર જોઈને પોતાનું માનસ બગાડવાનું અને જે બંગાળની છોકરીએ પોસ્ટરમાં અંગપ્રદર્શન કર્યું છે એ બંગાળમાં જ એ પોસ્ટર નહીં દેખાડવાનું? વેલ, 'હેટ સ્ટોરી' આજે જ થિયેટરમાં આવી ગઈ છે એટલે આ ફિલ્મને તો નેગેટિવ કહો કે પોઝિટિવ પબ્લિસિટી મળી ગઈ છે, તદ્દન ફ્રી...