Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 07:20:43 AM IST
 

ફિલ્મ રિવ્યૂ : હેટ સ્ટોરી

Apr 21, 2012 Entertainment > Review
 
Tags:   Film review Bollywood Hate story Paoli dam comment     E-Mail     Print    
 
Viewed: 6123
Rate: 1.5
Rating:
Bookmark The Article

કલાકાર: ગુલશન દેવૈયા, પાઉલી દામ, નિખિલ દ્વિવેદી, મોહન કપૂર

નિર્દેશક:વિવેક અગ્નિહોત્રી

નિર્માતા : વિક્રમ ભટ્ટ

ગીત :  હર્ષિત સકસેના

રેટિંગ :

સ્ટોરી :

બોલિવૂડમાં વિક્રમ ભટ્ટ રોમાન્સ, લવસ્ટોરી, એકશનથી લઈને હૉરર ફિલ્મો બનાવી છે. આ વખતે એક એવી બોલ્ડ ફિલ્મનું નિર્માણ કર્યું છે કે હિંદી સિનેમામાંના ઈતિહાસમાં કદાચ સૌથી સેકસી અને બોલ્ડ સીન વાળી ફિલ્મ બની છે. આ ફિલ્મને જોઈને સેન્સર બોર્ડે પણ તેને એ ફિલ્મ જાહેર કરી છે.આ ફિલ્મની સ્ટોરી કંઈક આવી છે.  

પત્રકાર કાવ્યા (પાઉલી દામ) સિમેન્ટ ફેકટરી વિરુદ્ધ સ્ટિંગ ઓપરેશન કરીને આ કંપની વિરુદ્ધ લેખ લખે છે જેના લીધે આ કંપનીને ઈમેજને જોરદાર ધક્કો લાગે છે. આ સિમેન્ટ કંપનીના માલિકનો પુત્ર સિદ્ધાર્થ (ગુલસન દેવૈયા) આ મહિલા પત્રકારને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધીને તેની તરછોડી દે છે. જો કે સિદ્ધાર્થે આ કૃત્ય બદલો લેવા કર્યું હતું. કાવ્યાને આ વાતની ખબર પડે છે તો તેના પેટમાં સિદ્વાર્થના સંતાનની મા બનવાની હોય છે. એકવાર ફરીથી તેને મળીને જણાવે છે તે અડધી સંપત્તિ લઈને જંપશે. સિદ્વાર્થ આ વખતે કાવ્યાના સંતાનને તેના પેટમાં જ મરાવી નાંખે છે. અમાનવીય હદ પૂરી  તો ત્યારે થાય છે જ્યારે સિદ્ધાર્થ કાવ્યા ક્યારેય મા ન બને એવી સ્થિતિમાં મૂકી દે છે. આ તમામ ઘટનાનો બદલો લેવા કાવ્યા પત્રકાર મટીને શહેરની સૌથી મોંઘીદાટ કૉલગર્લ  બને છે. સિદ્ધાર્થને બરબાદ કરવા માટે કાવ્યા તેની કંપનીના મોટા અમલદારોથી લઈને રાજનેતાઓની વાસના પૂર્તી કરીને તેમની સાથે સાંઠગાંઠ કરે છે.

રિવ્યૂ :

નવિન અભિનેત્રી પાઉલી દામે આ ફિલ્મમાં ભરપૂર અંગપ્રદર્શન કર્યું છે. હોટ સીન્સ તેની ડિમાન્ડ માટે રાખવામાં આવ્યા છે. આ ફિલ્મમાં ગુલશન દ્ઘિવેદી પોતાની ભૂમિકામાં ઓકે છે. જો કે નિખિલ દ્ધિવેદી શું કરે છે તે સમજની બહાર છે. ડાયરેકશનની દ્રષ્ટિએ આ ફિલ્મમાં સેકસી સિન્સ ઠાંસીને ભર્યા છે. આવી ફિલ્મમોમાં સંગીત, સ્ટોરી કે ગીતની કોઈ કિંમત નથી રહેતી. આવી સ્થિતિમાં ફિલ્મ જોયા પછી ભાગ્યે જ કોઈને એક ગીત યાદ હોય. પાઉલી દામના બોલ્ડ સીન્સ સિવાય આ ફિલ્મમાં કંઈ જોવા જેવું નથી. પૈસાનું પાણી સમજો.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com