Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 02:25:49 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

અખાત્રીજના દિવસે શું દાન કરશો ?

Apr 22, 2012 Offbeat
 
Tags:   Spiritual Religion Akshaya Tritiya Hindu Astrology Zodiac comment     E-Mail     Print    
 
Viewed: 5947
Rate: 4.9
Rating:
Bookmark The Article

ઉજ્જૈન, તા. 22

સમગ્ર ભારતમાં અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનો દિવસ ખૂબ ખાસ માનવામાં આવ્યો છે.  નવગ્રહોની દશાને જોતા જો કોઈ વ્યકિતના લગ્નનું મુહૂર્ત ન નીકળતું હોય તો આ દિવસે વણજોયું મુહૂર્ત હોવાથી એવી વ્યકિત લગ્ન કરી શકે છે. આ દિવસે દાન-પુણ્યનું મુહૂર્ત મહાપર્વ મનાવાય છે. પુરાણો પ્રમાણે આ દિવસે દાન કરવાથી વ્યકિતને વૈકુંઠ ધામમાં જગ્યા મળે છે.

અખાત્રીજના દિવસે શું દાન કરવું જોઈએ-
-અખાત્રીજના દિવસે ખાસ કરીને તલ, જવ અને ચોખાનું દાન કરવાનું ખાસ મહત્વ છે.
-આ દિવસે બદ્રીનાથને અક્ષય ચોખા ચઢાવવાથી મનુષ્યની તમામ મનોકામના પૂર્ણ થાય છે.
-અક્ષય તૃતીયા (અખાત્રીજ)ના દિવસે જપ, દાન, હોમ તેમજ પિતરને શ્રાદ્ધ કરવાથી અક્ષય પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.
-માટીનાં કે તાંબાના બે ઘડામાં પાણી ભરીને એક ઘડામાં અક્ષત તેમજ બીજામાં તલ નાખી ઘડાને બ્રહ્મા, વિષ્ણુ, શિવસ્વરુપની પૂજા કરીને બ્રાહ્મણને દાન કરી શકાય. આવું કરવાથી આપણાં પૂર્વજો તેમજ પિતૃ તૃપ્ત થઈને આપણી તમામ મનોકામના પૂર્ણ કરે છે.
-અખાત્રીજના દિવસે ગરીબ, અસહાય લોકોને ભોજન કરાવવું.
-આ દિવસે તડબૂચ અને માટલાનું દાન કરવાનું અનેરું મહત્વ છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com