મુંબઈ, 22 એપ્રિલ
વીતેલા જમાનાના ફિલ્મ અભિનેતા રાજકુમારની પુત્રીનું દિલ બોલીવુડ કલાકાર શાહિદ કપૂર પર આવી ગયુ છે. રાજકુમારની દીકરી વાસ્તવિકતા (33) ગત છ મહિનાથી શાહિદ કપૂરનો પીછો કરી રહી છે. આ આરોપ શાહિદ કપૂરે પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં લગાવ્યો છે. સૂત્રો અનુસાર તે પોતાને શાહીદની સૌથી મોટી પ્રશંસક ગણાવે છે.
પોલીસે કેસ નોંધ્યો છે અને કહ્યું કે સંબંધિત કેસમાં વાસ્તવિકતાને ફક્ત ધમકી આપવામાં આવશે. હાલ વાસ્તવિકતાની કોઈ જાણકારી નથી. શાહિદે ફરિયાદમાં કહ્યું છે કે વાસ્તવિકતા હંમેશા તેના ઘરે જવા-આવવાના રસ્તાનો રોકી લે છે અને વારંવાર તેનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે.
તેમણે કહ્યું કે ગત દિવસોમાં તે તેના ફ્લેટ સુધી પહોંચી ગઈ અને દરવાજો ખખડાવ્યો. વાસ્તવિકતાના આ વ્યવહારને લઈને બોલીવુડમાં અનેક પ્રકારની ચર્ચાઓ છે. વાસ્તવિકતાએ 2006માં નિર્દેશક કરણ રાજદાનની ફિલ્મ એટઃશનિથી ફિલ્મી દુનિમાં ડગ માંડ્યા હતા. પરંતુ ફિલ્મ ફ્લોપ રહી હતી.