Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 05:53:46 PM IST
 

ઝડપથી ચાલવાથી ડિપ્રેશન દૂર થઈ શકે છે

Apr 22, 2012 Offbeat
 
Tags:   Lifestyle Health Morning walk Depression Walking Study Report comment     E-Mail     Print    
 
Viewed: 2430
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

નવી દિલ્હી, તા. ૨૧

તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડિપ્રેશનથી પીડિત લોકોને ઝડપથી ચાલવાથી રાહત મળે છે. ઝડપી ચાલવાથી ડિપ્રેશન દૂર થઈ શકે છે. આ બીમારીથી બચવા માટે દવાની નહીં કસરતની જરૂ ર હોવાની વાત સાબિત થઈ છે. સ્કોટલેન્ડના સંશોધકોને વ્યાપક અભ્યાસ કર્યા બાદ જણાયું છે કે જો ઝડપથી ચાલવામાં આવે તો ડિપ્રેશનથી રાહત મળે છે.

અભ્યાસમાં પહેલેથી જ આ બાબત સાબિત થઈ ચૂકી છે કે સખત પરિશ્રમ કરીને ડિપ્રેશનની સ્થિતિને ટાળી શકાય છે, પરંતુ કસરત પણ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. મેન્ટલ હેલ્થ એન્ડ ફિઝિકલ એક્ટિવિટીમાં પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચાલવાથી ખૂબ જ ફાયદો થાય છે. શોધમાં અન્ય કેટલાંક તારણો પણ રજુ કરવામાં આવ્યાં છે. તબીબો દવા આપીને ડિપ્રેશનની સારવાર કરે છે. ડિપ્રેશનથી રાહત મેળવવા ફરવાની સલાહ પણ આપે છે. યુનિર્વિસટી ઓફ ર્સ્ટિંલગ એન્ડ એડિનબર્ગના સંશોધકોએ કહ્યું છે કે ફરવાથી મોટાભાગના દર્દીઓને રાહત થઈ છે.

  • દવાની સાથે સાથે કસરત ખૂબ જ જરૂ રી છે : અભ્યાસમાં દાવો

ઝડપથી ચાલવાની બાબત અથવા વોકિંગ કોઈ પણ કસરત કરતાં ઓછા ફાયદાકારક નથી, આનો સીધો ફાયદો એ છે કે આમાં કોઈ ખર્ચ નથી, આને દરરોજની પ્રવૃત્તિમાં સરળતાથી સામેલ કરી શકાય છે, જો કે સંશોધકોએ કબૂલાત કરી છે કે આ વિષયમાં વધારે ધ્યાન આપવાની જરૂ ર છે. ભારત અને વિશ્વના દેશોમાં ડિપ્રેશનગ્રસ્ત લોકોની સંખ્યા ખૂબ મોટી છે, આનાથી રાહત મેળવવા માટે જુદી જુદી દવાઓ પણ બજારમાં ઉલબ્ધ છે પરંતુ ડિપ્રેશનગ્રસ્ત લોકો હંમેશાં તેઓ મુશ્કેલીમાં હોવાની ફરિયાદ કરતાં રહે છે.

હાર્ટએટેકના કિસ્સા સવારે અને સાંજે વધુ બને છે
બ્રિટનમાં પ્રકાશિત એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સવારે અને સાંજે હાર્ટએટેકના કિસ્સા વધારે બને છે. નેચર નામનાં મેગેઝિનમાં આનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. અનિયમિત હાર્ટના ધબકારાને કારણે થતાં મૃત્યુ દિવસના સમયે વધુ થાય છે, આનો મતલબ એ થયો કે સવાર અને સાંજના ગાળામાં હાર્ટએટેકથી વધુ મૃત્યુ થાય છે. હાર્ટએટેકથી થતાં મૃત્યુનો ખતરો સવાર અને સાંજે વધુ હોવા માટે કોઈ નક્કર કારણો આપવામાં આવ્યાં નથી પરંતુ જણાવવામાં આવ્યું છે કે હાર્ટના ધબકારાને સંચાલિત કરનાર પ્રોટીનનું પ્રમાણ દિવસભર ઘટતું અને વધતું રહે છે. શરીરમાં રસાયણ દિવસભર બદલાય છે, જેની સીધી અસર આરોગ્ય ઉપર થાય છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com