Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 01:58:41 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

અન્ય મુદ્દામાલ શા માટે જપ્ત ના કર્યો?

Apr 23, 2012 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 1150
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા. ૨૨

ક્રાઇમ બ્રાંચે ચિનાઇ બાગ એપાર્ટમેન્ટના બ્લોક નંબર નં. એ/૨/૧૦૨માં દરોડો પાડયો ત્યારે ફ્લેટમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ પોલીસે જપ્ત કર્યો હતો અને સારા ઘરના નબીરાઓની ધરપકડ કરી હતી. પણ, પોલીસે એપાર્ટમેન્ટના પાર્કિગમાં અને બહાર પાર્ક કરેલી લાખોની કિંમતની લક્ઝરી ગાડીઓ જપ્ત કરી ન હતી. સામાન્ય રીતે પોલીસ જ્યારે કોઇ સ્થળે દરોડો પાડે ત્યારે ત્યાં મુદ્દામાલ તરીકે વાહનો તેમજ અન્ય ચીજવસ્તુઓ બતાવે છે. પણ, પોલીસે લાખોની કિંમતની ગાડીઓ જપ્ત કરી ન હતી. આ અંગે ડીસીપી હિમાંશુ શુક્લને પૂછતા તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો હતો કે અમે ફ્લેટમાંથી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરીને તમામની અટકાયત કરી છે. પણ, કારમાંથી દારૂ કે કોઇ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી નથી. તેથી વાહનો જપ્ત કરાયા નથી’.

આ બાબતે પોલીસની કામગીરી અંગે અનેક સવાલ ઊભા થયા છે. સૂત્રોએ જણાવ્યું કે હર્ષ શાહની આ પાર્ટીમાં સાતથી આઠ લક્ઝૂરીયસ કાર લઇને નબીરાઓ આવ્યા હતા. જો પોલીસે તમામ કાર જપ્ત કરી હોત તો તમામ મુદ્દામાલની કિંમત ઓછામાં ઓછી સાતથી આઠ કરોડ જેટલી નોંધાવાની શક્યતા હતી. 

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com