કલાકાર : જુલિયા રોબર્ટ્સ, લિલી કોલિન, આર્મી હૈમર, સીન બીન, નથાન લેન, મોર્ક પોવેનિલી, માર્ટિન ક્લેબા
નિર્દેશક : તારસેમ સિંહ
નિર્માતા : બેર્ની ગોલ્ડમેન, રિયાન કેવેન
સ્ક્રિપ્ટ : મેલિસા વૉલેક, જેમ્સ કેલર
રેટિંગ :
સ્ટોરી :
વેનિસનાં રાજાની મોત બાદ શાસન ક્રૂર અને તાનાશાહી રાણી સિજયનાં હાથમાં આવે છે. રાણી પોતાના મહેલમાં આરામથી રહે છે, અને પોતાના રાજ્યની ગરીબ પ્રજાને લૂંટે છે. રાની પોતાની ઓરમાન પુત્રી સ્નો લાઈટને મહેલની કેદમાં રાખે છે, કારણ કે તે સ્નોનાં લગ્ન પોતાનાં વફાદાર માણસ સાથે કરવા માંગે છે. થોડા સમય બાદ રાણીનાં મહેલમાં એક રાજકુમાર આવે છે, જેને મહેલમાં કેદ રાજકુમારી સાથે પ્રેમ થઈ જાય છે. આ વાતની જ્યારે રાનીને ખબર પડે છે ત્યારે તે સ્નો વાઈટને બરફનાં તોફાનમાં જંગલ વચ્ચે મૂકી આવે છે. આ જંગલમાં રહેતાં સાત ડ્વોર્ફ સ્નો વાઈટની મદદ કરે છે. તે માણસો સ્નોને યુદ્ધની શિક્ષા આપે છે.
રિવ્યૂ :
જે લોકોને પુસ્તકોમાંની કહાનીઓને જીવંત જોવી ગમતી હોય તેવાં લોકો માટે આ સપ્તાહે ફિલ્મ 'મિરર મિરર' રિલીઝ થઈ છે. વેકેશનની સિઝનમાં બોક્સ ઓફિસ પર રિલીઝ થયેલી હોલિવૂડની ફિલ્મમાં તમને ભરપૂર મનોરંજન મળી રહેશે. આ ફિલ્મનાં નિર્દેશક ભારતીય મૂળનાં તારસેમ સિંહ ધડવાર છે, જેમણે અગાઉ 'ઈમોર્ટલર્સ' અને 'ધ સેલ' ફિલ્મો બનાવી છે. આ વખતે તેમણે બાળકો આકર્ષાય તેવી ફિલ્મ 'મિરર મિરર' બનાવી છે.
ક્રૂર રાણી તરીકે જુલિયા અને નાની પરી જેવી રાજકુમારીનાં રોલમાં લિલી કોલેન આ ફિલ્મમાં પ્રાણ પૂરે છે. તારસેમ સિંહે આ ફિલ્મમાં પરીકથા લાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. જો કે તેમણે ડિઝ્નીની સુપરહિટ મૂવી 'સ્નો વ્હાઈટ એન્ડ ધ ડ્વોફર્સ' ની પૂરી નકલ કરવાની કોશિશ કરી છે. ફિલ્મ 'મિરર મિરર' માં ઓસ્કાર વિજેતા જુલિયા રોબર્ટ્સની એક્ટિગ, ડ્રેસિસ, બરફનાં પહાડનાં લોકેશન અને આલિશાન મહેલોની સિનેમેટોગ્રાફીથી માત્ર બાળકો જ નહીં તમે પણ ખુશ થઈ શકો છો.