મુંબઈ 23, એપ્રિલ
બોલિવૂડ ખિલાડી અક્ષય કુમારની કિંમત 50 કરોડ થઈ ગઈ છે. અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ 'રાઉડી રાઠૌર' માં જબરદસ્ત એકશન સીન આપ્યાં છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર પ્રભુદેવાની આ ફિલ્મમાં અક્ષયે પોતાના સ્ટંટ સીનનાં બદલામાં પોતાનો 50 કરોડનો વીમો કરાવ્યો છે.
આ ફિલ્મનાં એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અક્ષય કુમારે આ ફિલ્મમાં જોરદાર એકશન સીન આપ્યાં છે. પ્રભુદેવાએ સ્ક્રિપ્ટ સાંભળી તો અક્ષયે તરત જ હા પાડી હતી. જો કે અક્ષય પ્રોફેશનલ છે, જેનાં કારણે સ્ટંટ સીન કરવા બદલ અક્ષયનો જીવ જોખમમાં મૂકાય તેવાં સીન પણ ફિલ્મમાં મૂકવામાં આવ્યાં છે, જેનાં પગલે અક્ષયનો ફિલ્મ તરફથી 50 કરોડનો વીમો ઉતારવામાં આવ્યો છે. જો કે શુટિંગ દરમિયાન કોઈપણ પ્રકારની હાનિ થઈ નથી. ફિલ્મની ટીમ અક્ષય માટે ખૂબ ખુશ છે."
અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ 'રાઉડી રાઠૌર' માં તેની સાથે સોનાક્ષી સિંન્હા લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં અત્યાર સુધીની તમામ એકશન કરતાં અક્ષય સાવ અલગ જ રોલમાં એકશન સીન સાથે આ ફિલ્મમાં જોવા મળશે.