Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 12:23:48 AM IST
 

રાજ કચોરી

Apr 23, 2012 Special > Recipes
 
comment     E-Mail     Print    
 
Viewed: 3465
Rate: 2.0
Rating:
Bookmark The Article

ફરસાણ
સામગ્રી

* ૧ કપ મેંદો

* ૧ ટીસ્પૂન અજમો

* ૨ ટીસ્પૂન ગાળેલું ઘી

* ૧ નંગ બાફેલું બટેટુ

* ૧/૨ કપ ફીણેલું દહીં

* ૧/૪ કપ આમલીની ચટણી

* ૧/૪ કપ લીલી ચટણી

* મીઠું સ્વાદાનુસાર

* સ્વાદાનુસાર લાલ મરચાનો પાવડર, જીરા પાવડર

* તેલ તળવા માટે

* ગાર્નિશ માટે સેવ અને દાડમના દાણા

રીત

* મેંદામાં મીઠું, અજમો, ઘી, થોડું પાણી ઉમેરીને કઠણ લોટ બાંધી લો.

* તેને પુરી સાઇઝની ગોળ બનાવીને ગરમ તેલમાં તળી લો.

* બાફેલા બટેટાને છીણીને માવો બનાવો.

* એક ડિશમાં તળેલી કચોરી મૂકો અને તેની ઉપરની સપાટી તોડી નાખો. કચોરીની અંદર બટેટા, દહીં ભરો, તેના પર સ્વાદાનુસાર મરચું, મીઠું જીરા પાવડર, લીલી ચટણી ભભરાવો.

* ગાર્નિશ માટે તેના પર સેવ અને દાડમના દાણા ભભરાવો.

* આમલીની મીઠી ચટણી સાથે સર્વ કરો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com