સૂપ
સામગ્રી
* ૨ કપ પાકી સ્ટ્રોબેરી
* ૫૦ ગ્રામ ખાંડ
* ૧ ટેસ્પૂન કોર્નફ્લોર
* ૨ ટેસ્પૂન લીંબુનો રસ
* સજાવટ માટે ફીણેલું ક્રીમ
રીત
* સ્ટ્રોબેરીને ત્રણ કપ પાણી નાખી ઉકાળી લો. હવે તેને તાપ પરથી ઉતારી ઠંડું કરો.
* ઠંડું થયા બાદ મિક્સરમાં ક્રશ કરી લો, ત્યારબાદ તેને ગાળી લો.
* તૈયાર થયેલ મિશ્રણમાં ખાંડ, લીંબુનો રસ, થોડું પાણી મિક્સ કરો.
* ત્યારબાદ કોર્નફ્લોર નાખીને ફરી એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો.
* હવે તેને ગેસ પરથી ઉતારી લો. ઠંડું પડવા દો.
* ઠંડું પડયા બાદ તેને ફ્રીઝરમાં મૂકીને એકદમ ચિલ્ડ કરી લો.
* પછી બાઉલમાં ઠંડા સૂપને ભરો, ફીણેલાં ક્રીમથી સજાવો. લો તૈયાર છે ગરમીમાં રાહત આપતો ચિલ્ડ સ્ટ્રોબેરી સૂપ. આ સૂપ ગરમીમાં ઉત્તમ ગણાય છે.