ટ્રેન્ડ - માનુષી ચોક્સી
સમર સીઝનમાં ફક્ત આઉટફિટ્સમાં જ બ્લોઝમ કે ફ્લાવર પ્રિન્ટ હોય તો તે સામાન્ય છે, પરંતુ ઉનાળામાં જો ફૂટવેરમાં પણ ફ્લાવરની ડિઝાઇન કે પ્રિન્ટ મળી જાય તો ઉનાળાની ખરી રંગત જામે. વધી રહેલી ગરમીની સાથે સાથે યુવતીઓ ડ્રેસીસમાં બ્લોઝમ પ્રિન્ટ પસંદ કરે છે. તો સાથે સાથે ફૂટવેરમાં પણ ફ્લાવર પ્રિન્ટ અને ડિઝાઇનનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે
ફ્લોરલ પ્રિન્ટનાં ચંપલ, સેન્ડલ કે મોજડી કોઈ પણ બ્રાઇટ અથવા તો સમરના સોબર કલર સાથે મેચ થઈ શકે છે. તેમ છતાં જ્યારે તમે કોઈ ખાસ પ્રકારનાં આઉટફિટ્સ પહેરવા માગતા હો અને તેની સાથે ફ્લોરલ ડિઝાઇનનાં ફૂટવેર પહેરવા હોય તો કપડાંના રંગ સાથે મેચ થતાં ફ્લોરલ ફૂટવેર જ ખરીદવાં
ફ્લાવર પ્રિન્ટ કે ડિઝાઇનના ફૂટવેર મલ્ટિપર્પઝ સાબિત થાય છે. આ ડિઝાઇન મોટા ભાગના આઉટફિટ્સ સાથે સૂટ થાય છે. ફ્લાવર ડિઝાઇનમાં તમે સિમ્પલ સ્લિપર્સ પહેરી શકો. જેના બેઝમાં અથવા તો પટ્ટીમાં ફૂલની ડિઝાઇન હોય અથવા તો ફૂલનું બ્રોચ હોયફૂલોની ડિઝાઇનવાળી મીડી, ફ્રોક, ગાઉન કે સલવાર કમીઝ પહેર્યાં હોય અને સાથે ફૂટવેર પણ એવા જ ફ્લોરલ હોય તો હેન્ડબેગ અને જ્વેલરી ફ્લાવર બેઝ ડિઝાઇનની રાખીને ફેશન બ્લન્ડર ન થવા દેવું ફ્લોરલ ફૂટવેરનો પ્લસ પોઇન્ટ એ છે કે તે પહેરવાથી સ્ટાઇલિશ લુકની સાથે સાથે ફ્રેશ અને યંગ લુક પણ આપે છે. બબલી લુક મેળવવા માટે ફ્લોરલ ફૂટવેર એકદમ યોગ્ય પસંદગી રહેશે. ફ્લોરલ કલેક્શન તમને સ્ટિલેટોઝથી માંડીને ફ્લેટ સેન્ડલ, ફિટ ફ્લોપ, વેજિસ સેન્ડલની વિશાળ કેટેગરીમાં મળી રહેશે