Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 03:05:56 PM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

દાંતીવાડામાં મહિલાએ બાઈક સળગાવી દેતા ભારે ચકચાર

Apr 24, 2012 Ahmedabad > Banaskantha-Patan
 
comment     E-Mail     Print    
 
Viewed: 301
Rate: 0
Rating:
Bookmark The Article

દાંતીવાડા,તા.૨૩

દાંતીવાડા કોલોનીમાં એક ચર્ચાસ્પદ મહિલાએ મોટાંભાઈની જુની અદાવતમાં નાના ભાઈના બાઈકને આગ ચાંપી સળગાવી દેતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

  • મોટાંભાઈની જૂની અદાવતમાં નાનાભાઈનું બાઈક સળગાવ્યાનો આરોપ

વધુ વિગતોમાં રવિવારના સાંજે ૪-૦૦ કલાકે દિનેશભાઈ રામજીભાઈ ચૌધરી પોતાનું બાઈક દાંતીવાડા કોલોનીમાં આવેલી વિદ્યાવિહાર સ્કૂલ આગળ ઊભું રાખી બજારમાં પોતાના કામ અર્થે ગયા હતા. તે વખતે દિનેશના મોટાભાઈ જયંતીભાઈ સાથે વારંવાર અદાવતમાં ઉતરેલી શિલ્પાબેન જયંતીલાલ દવે રહે. સીપુ વસાહતે જુની અદાવત રાખી બાઈક જયંતીભાઈનું સમજી તેને આગ લગાડી દેતા થોડીક જ ક્ષણોમાં બાઈક ભડભડ સળગી રાખ થઈ ગયું હતું.

ત્યારે બાઈકને સળગતું જોઈ લોકોના ટોળે ટોળાં ઘટના સ્થળે એકત્રીત થઈ ગયા હતા ત્યારે બજારમાંથી પરત આવેલા દિનેશે પોતાનું બાઈક સળગેલું જોતા તેને ત્યાં ઉભેલા લોકોને પૂછતાં કેટલાક લોકોએ શિલ્પાબેન દવેએ બાઈક સળગાવ્યું હોવાનું કહેતા દિનેશભાઈએ પાંથાવાડા પોલીસમાં જઈ તેમની ઉપર બાઈક સળગાવ્યાનો ગુનો નોંધાવતા આગળની તપાસ હિન્દુજી ચલાવી રહ્યા છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com